Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

શરમજનક ઘટના... જેમની પાસે મદદ માગી તેઓ જ બન્યા હેવાનઃ બે કલાકની અંદર યુવતી ઉપર ત્રણ જણાનો રેપ

નવી મુંબઈની ઘટનાઃ યુવતીએ પહેલા રીક્ષા ચાલકની મદદ માંગી તો તેણે રેપ કર્યોઃ બાદમાં યુવતીએ સ્કૂટર પર જઈ રહેલા બે શખ્સ પાસે મદદ માગી તો તેઓએ પણ દુષ્કર્મ આચર્યુઃ ત્રણેયની ધરપકડ

થાણે, તા. ૨૭ :. નવી મુંબઈથી એક શરમજનક ઘટના સામે આવી છે. એક ૧૯ વર્ષની યુવતીએ જેમની પાસે મદદ માગી તેઓ જ તેણી પર બળાત્કાર કર્યો. આ ઘટના ૧૮ ફેબ્રુઆરીની છે. પોલીસે જણાવ્યુ છે કે યુવતી સાથે બે કલાકના ગાળામાં ૩ લોકોએ રેપ કર્યો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલા મદદ કરવાના બહાને એક શખ્સે આ યુવતી ઉપર રેપ કર્યો હતો અને અન્ય બે લોકોએ પણ યુવતીને મદદ પહોંચાડવાના ઉદ્દેશથી રેપ કર્યો હતો.

નવી મુંબઈના પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે ૧૮મીએ રાત્રે યુવતીને ઘાટકોપરથી ટ્રેન પકડવાની હતી પરંતુ કોઈ કારણવશ તેની ટ્રેન છૂટી ગઈ હતી તે પછી તે એક બીજી ટ્રેન પકડી થાણેના મુંબ્રા રેલ્વે સ્ટેશન પહોંચી અને રાત્રે સ્ટેશન પર સૂઈ ગઈ હતી. બીજા દિવસે ટ્રેન પકડી દિવા સ્ટેશને પહોંચી. યુવતી પાસે પૈસા નહોતા તો તેણે પહેરેલુ ઘરેણુ વેંચવા પ્રયાસ કર્યો હતો પરંતુ વેચી શકી નહોતી. પછી યુવતી સાંજે ૮.૩૦ કલાકે ફરી મુંબ્રા આવવા માટે રીક્ષા ભાડે કરી પરંતુ રીક્ષા ચાલકે તેણીને એક જર્જરીત ઈમારતમા લઈ જઈ રેપ કર્યો હતો તે પછી તેણીને એક મંદિર પાસે છોડી ફરાર થઈ ગયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે અસહાય યુવતીએ ફરીથી મદદ માટે સ્કૂટર પર જઈ રહેલા બે વ્યકિત પાસે મદદ માગી હતી. તે બન્ને પણ યુવતીને સ્કૂટર પર બેસાડી ઘંસોલી લઈ ગયા અને દુષ્કર્મ કરી ફરાર થઈ ગયા.

બાદમાં યુવતી પોલીસ સ્ટેશને પહોંચી અને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ૨૩મીએ ત્રણેયની ધરપકડ કરી ૧૯મી સુધી રીમાન્ડ પર લીધા છે.

(10:12 am IST)