Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સિંગાપોર સ્થિત ભારતીય મૂળના બોડી બિલ્ડીંગ ચેમ્પિયન 32 વર્ષીય શ્રી પ્રદીપ સુબ્રમનિયમનું હાર્ટ એટેકથી અવસાન

સિંગાપોર : સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના બોડી બિલ્ડીંગ ચેમ્પિયન 32 વર્ષીય યુવાન શ્રી પ્રદીપ સુબ્રમનિયમનું મંગળવારે હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જાહેર કરાયું છે.તેઓ સેલિબ્રિટી ફાઇટ દરમિયાન અચાનક બેહોશ થઇ ગયા હતા.બાદમાં તેમનું દુઃખદ અવસાન નીપજ્યું હતું જેઓના મૃત્યુને તબીબોએ કુદરતી ગણાવ્યું હતું

શ્રી પ્રદીપ વર્લ્ડ બોડી બિલ્ડીંગ તથા ફિઝીક સ્પોર્ટ્સ ફેડરેશન સિંગાપોરના પ્રેસિડન્ટ હતા.

 

(1:40 pm IST)