Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શું છે પંજાબી એકટર દિપ સિંધુનો રોલ ?

કિસાન રેલીના પ્રદર્શનકારીઓની લાલ કિલ્લા પરની ચડાઇમાં : કિસાન યુનિયનોએ સતત તેને આઘો રાખવા પ્રયાસ કરેલ પણ છેવટની ઘડીએ ટ્રેકટર રેલીમાં જોડાવા સફળ થયેલ

ચંદીગઢ, તા. ર૭ :  મંગળવારે ગણતંત્ર દિવસની સાંજે એકટરમાંથી ચળવળકર્તા બનેલ દિપ સીધુએ ''રાજ કરેગા ખાલસા'' ના નારા બોલતા બોલતા એક કેસરી ધ્વજ એક વ્યકિતને લાલ કિલ્લાના સ્થંભ પર ફરકાવવા માટે આપ્યો હતો.

કિસાન આંદોલનના જુદા જુદા તબક્કે કિસાન યુનિટનો દ્વારા તેને અળગો રાખવાના પ્રયત્ન છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી દિપ સીધુ આ આંદોલનમાં આગેવાની મેળવવા તલપાપડ હતો. આંદોલનના વ્યાપથી તેને દૂર રખાયા છતાં આયોજીત ટ્રેકટર રેલીના આગલા દિવસે તે તેમાં જોડાવામાં સફળ થયો હતો. આઉટર રીંગ રોડ પર તે નારાઓ પોકારતો જોવા મળ્યો હતો. મુળ પ્લાન અનુસાર આ રેલી આઉટર રીંગ પર ચલાવવાની હતી પણ ૩ર કિસાન યુનિયનોમાં એક કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના લીધે તેને રૂટ બદલાવવાની તક મળી હતી.

સોમવારે સાંજે સિંધુ બોર્ડર પર દિપ સીધુએ ગેંગસ્ટરમાંથી સમાજ સેવક બનેલ લાખા સિધાના સાથે સ્ટેજ પર દેખા દીધી હતી અને જાહેર કર્યુ હતું કે તેઓ દિલ્હીમાં રેલીની દોરવણી કરશે.

સુત્રો અનુસાર તેમને ચોક્કસ પ્રકારના વામપંથી તત્વોનો ટેકો હતો, જેઓ ૩ર યુનિટનોએ રેલીના બનાવેલ પ્લાન સાથે સંમત નહોતા, તેઓએ મંગળવારે સવારે એક પ્લાન ઘડયો હતો. પહેલા તો તેમણે નકકી થયેલા સમય કરતા વહેલી રેલી શરૂ કરી અને તેમના ખાસ માણસને મોટી સંખ્યામાં મધ્ય દિલ્હી તરફ જતા રસ્તાઓ પર ગોઠવી દીધા હતા. જયાંથી તેમણે ટ્રેકટરોને નકકી કરાયેલ રૂટને બદલે લાલ કિલ્લા તરફ વાળી દીધા હતા. થોડો સમય તો ખેડૂત યુનિયનોના સ્વયં સેવકોએ તેમને વાળવાના પ્રયત્ન કર્યો પણ દિપ સીધુ અને લાખા સિધાનાને આ આંદોલનના દુશ્મનો ગણવાયા હતા. આ આંદોલનની શરૂઆતથી જ ૩ર યુનિયનો સર્વ સંમત રીતે ચાલતા પ્રયત્નો કરી રહ્યા હતા.

કિર્તી કિસાન યુનિયનના ઉપપ્રમુખ રાજીન્દર સીંધ દિપસિંહ વાળા અનુસાર, કેન્દ્ર આ આંદલનની શરૂઆતથી જ કોમી રંગ આપવાના પ્રયત્નમાં હતું. તેઓ ધાર્મિક રમતોના માસ્ટર માઇન્ડ છે. પણ આ કિસાન આંદોલનમાં તેમની કાવી ફાવતી નહોતી પણ હવે દિપ સીધુએ તેમનું કામ કરી આપ્યું છે.

(3:39 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • સુબ્રમણ્યમ સ્વામીના એક ટવીટે ખળભળાટ સર્જયો : ભાજપના સાંસદ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ તેના ટવીટર હેન્ડલ @swamy39 ઉપર ટવીટ કયુ છે આ ટવીટે ખળભળાટ મચાવ્યો છે. હજારો લાઇક અને રીટવીટ થઇ રહયા છે. ‘પીએમઓ’માં ઉચ્ચ સ્થાને બીરાજતા લોકોની નજીક રહેલ ભાજપના સભ્યએ લાલ કિલ્લાના ડ્રામામાં ઉશ્કેરણી સર્જનાર એજન્ટ તરીકે ભાગ ભજવ્યાની ભારે ચર્ચા છે, જે ‘‘ફેઇક પણ હોઇ શકે છે અથવા દુશ્મનોની ફેઇક આઇડી પણ હોઇ શકે છે. આ ચેક કરવા અને જણાવવા અપીલ કરું છું’’ access_time 12:30 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST