Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વેચવાલીની વચ્ચે સેંસેક્સમાં ૪૫૮ પોઇન્ટનું ગાબડુ પડ્યુ

કેન્દ્રીય બજેટ પહેલા કારોબારી સાવધાન : મોટાભાગના કાઉન્ટરો પર વેચવાલી રહેતા નિરાશા રહી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સિવાય બધામાં ઉલ્લેખનીય ઘટાડો

મુંબઈ, તા. ૨૭ : શેરબજારમાં જોરદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારના અંતે સેંસેક્સ ૪૫૮ પોઇન્ટ ઘટીને ૪૧૧૫૫ની નીચી સપાટી પર રહ્યોહતો. તાતા સ્ટીલ, ઇન્ડસ ઇન્ડ બેંક, એચડીએફસી બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. ઇન્ટ્રા ડ્ દરમિયાન ઇન્ડેક્સમાં ૪૯૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજના મોરચા પર બ્રોડર નિફ્ટી ૧૨૯ પોઇન્ટ ઘટીને ૧૨૧૧૯ની નીચી સપાટી પર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન ઇન્ડેક્સમાં એક વખતે ૧૪૧ પોઇન્ટ સુધીનો ઘટાડો થયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા સિવાય તમામ ચાવીરૂપ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં . ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો થયોહતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

              બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં . ટકાનો ઘટાડો થતા તેની સપાટી ૧૫૭૫૯ રહી હતી. એસએન્ડપી બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧૪૮૪૭ની સપાટી રહી હતી. કોમોડીટીના માર્કેટમાં બ્રેન્ટ ક્રુડ ઓઇલ ફ્યુચરમાં ત્રણ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી.વૈશ્વિક મોરચા પર કારોબારીઓ યુએસ રેટબુક પર નજર રાખી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલની અસર રહેશે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક જોરદાર તંગદિલી વધી છે અને સ્થાનિક આર્થિક પડકારો પણ મોટાપાયે રહેલા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો આશાસ્પદ રહ્યા છે.

              પહેલી જાન્યુઆરીથી લઇને ૧૭મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે જાન્યુઆરી મહિનામાં ૧૨૮૮ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે.જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ રોકાણના આંકડા ખુબ મહત્વપૂર્ણ રહ્યા છે. વિશ્લેષકો કહે છે કે સામાન્ય બજેટ પહેલા મોટાભાગના મોટા શેરો વેચવાના દબાણને કારણે 'સુધારણા' પ્રક્રિયામાં હોય છે. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ કારોબારી આશાવાદી દેખાઇ રહ્યા છે. આર્થિક સુસ્તીના માહોલમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની સામે લોકલક્ષી અને કલ્યાણકારી બજેટ રજૂ કરવા માટે પડકારો રહેલા છે

(7:50 pm IST)