Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મુંબઇમાં ડો. સૈયદના સાહેબના હસ્તે ધ્વજવંદન : ક્રિકેટમેચ નિહાળ્યો

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ)ની ઉપસ્થિતિમાં મુંબઇ ખાતે કોર્ટ વિસ્તારમાં આવેલ બદરી મહેલ પાસે  ૭૧માં પ્રજાસત્તાક દિવસ નિમિતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત સાથે સલામી આપીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ)એ દેશવાસીઓનેે શુભકામના પાઠવી હતી.  હિઝહોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ) કોલંબો શ્રીલંકાથી મુંબઇ આવેલ  અને ત્યાં ગુડ વીલ કપના ફાઇનલ ક્રિકેટ મેચ પણ નિહાળ્યો હતો. અને વિજેતા ટીમ  કુવૈતને ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ)ના હસ્તે ટ્રોફી આપવા આવેલ હતી. આ મેચનું આયોજન એસ.બી.યુ.ટી. મુંબઇ દ્વારા કરવામાં આવેલ હતુ. મુકાસીર સાહેબ શહેઝાદા આલીવકાર કાઇદજોહરભાઇ સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ. તેમ યુસુફભાઇ જોહરકાર્ડસવાલાએ  જણાવ્યુ હતુ.

(3:46 pm IST)