Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

૩૧ જાન્યુઆરી અને ૧ફેબ્રુઆરીએ હડતાળઃ બેંકોના મર્જરનો વિરોધ મુખ્ય મુદ્દો

ઓલ ઇન્ડીયા નેશનલાઇઝડ બેંકસ ઓફીસર્સ ફેડરેશનની

ત્રિચી,તા.૨૭: જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકોના નફાના આધાર પર સ્ટાફ વેલફેર ફંડમાં ફાળવણીની માંગણી કેનેરા બેંક ઓફિસર્સ એસોસીએશન CBOA દ્વારા કરવામાં આવી છે.

(CBOA)ના મહામંત્રી જી વી મણીમારને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રવીવારે ત્રિચીમાં એસોસીએશનના રિજીયોનલ લેવલના પ્રતિનિધીઓની યોજાયેલ મીટીંગમાં લેવાયેલ નિર્ણયો અનુસાર કાર્યક્રમો કરવામાં આવશે. તેમણે કહ્યું કે મીટીંગમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલ. જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરની પ્રકિયાનો સખત વિરોધ થયેલ. બેંકોના મજબુતીકરણના નામે થઇ રહેલ આ પ્રકિયાથી ગ્રાહકો બેંકોથી દુર થઇ રહ્યા છે. ભારત સરકારને આ પ્રકારની પ્રકિયાઓ તાત્કાલિક બંધ કરવાની આ મીટીંગ વિનંતી કરવામાં આવી હતી.

શ્રી મણીમારન ઓલ ઇન્ડીયા નેશનલાઇઝડ બેંક ઓફિસર્સ ફેડરેશનના પણ મહામંત્રી છે તેમણે કહ્યું કે મીટીંગમાં કેન્દ્રીય સરકારના ગ્રેડએ અધિકારીઓ અનુસારનું પે રીવીઝન કરવાની પણ માંગણી કરાઇ હતી. ફેડરેશને સ્પેશયલ પે ને બેઝીક પે માં ભેળવવાની, પાંચ દિવસના સપ્તાહની, રીટાયર થયેલાઓને રીઝર્વ બેંક અનુસાર પેન્શનની, મેડીકલ ઇન્સ્યોરન્સ ખરેખર ખર્ચ થયો હોય તેટલો આપવો વગેરે માંગણીઓ પણ કરી છે. તેમ તેમણે જણાવ્યું છે.

આ છે ફેડરેશનની માંગણીઓ

 કેન્દ્ર સરકારના એ-ગ્રેડના અધિકારીઓ મુજબ પે રીવીઝન.

 બેઝીક પે માં સ્પેશ્યલ પે કમ્પોનન્ટ ભેળવવું.

 રનીંગ સ્કેલ ઓફ પે દાખલ કરવો.

 પાંચ દિવસનું સપ્તાહ

 બ્રાંચોમાં કામનો સમય અને રિશેષનો સમય એક સરખો રાખવો.

 રિટાયર થયેલા કર્મચારીઓના પેન્શન રીઝર્વ બેન્કના કર્મચારી પ્રમાણે કરવા.

 કોઇ પણ પ્રકારની સીલીંગ વગર રીટાયરમેન્ટના લાભને આવક વેરા મુકત ગણવા.

 એનપીએસ અને ડીફાઇન્ડ પેન્શન પેમેન્ટ સ્ક્રીમ રદ કરવી.

 બેંકોના નફા મુજબ સ્ટાફ વેલફેર ફંડની ફાળવણી કરવી.

(3:45 pm IST)