Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

દુબઈમાં નોકરી કરવાથી કાંઈ નહીં વળે : દિલ્હીમાં CAA વિરુદ્ધ દેખાવો કરવા જાવ તો વધુ વળતર મળશે : UAE માં નોકરી માંગવા ગયેલા ભારતીય મૂળના યુવકને કંપનીનો અજીબોગરીબ જવાબ

દુબઈ : UAE માં નોકરી માંગવા ગયેલા ભારતીય મૂળના કેરળના વતની મિકેનિકલ એન્જીનીઅર યુવાન 23 વર્ષીય અબ્દુલ્લા એસ.એસ.ને કંપની તરફથી અજીબોગરીબ જવાબ મળ્યો હતો જે મુજબ જણાવાયું હતું કે દુબઈમાં નોકરી કરવા કરતા તમારા દેશમાં દિલ્હીમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલતા નાગરિકતા ધારા એટલેકે CAA  વિરુદ્ધ દેખાવો કરવા જાવ તો વધુ વળતર મળશે

કંપનીએ આપેલા જવાબનો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:47 pm IST)