Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

રાજસ્થાન બાદ બિહારમાં કેરોના વાયરસની એન્ટ્રી વિદ્યાર્થિનીમાં દેખાયા લક્ષણ : છપરામાં ખળભળાટ

ડોક્ટરોએ તેને સારાવર માટે પીએમસીએચ રીફર કરી: પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ

પટના : રાજસ્થાન બાદ બિહારમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી દીધી છે.છપરા જિલ્લામાં કોરોનાનો દર્દી મળ્યો છે. દર્દીમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. તેને સારી સારવાર માટે પીએમસીએચ મોકલી દેવામાં આવ્યો છે. છોકરી શાંતિનગરની રહેવાસી છે અને ચીનમાં ન્યૂરો સાયન્સનો અભ્યાસ કરે છે. કોરોનાનો વાયરસ મળતા છપરામાં પહેલાં હડકંપ મચી ગયો પછી ડોક્ટરોએ તેને સારાવર માટે પીએમસીએચ રીફર કરવામાં આવી છે

ચિકિત્સા તથા સ્વાસ્થ્ય મંત્રી ડો. રધુ શર્માએ એસએમએસ મેડિકલ કોલેજ વહિવટીતંત્રને ચીનથી એમબીબીએસનો અધ્યન કરી આવેલા ડોક્ટરોના કોરોના વાયરસથી પ્રભાવિત થવાની આશંકા મળી આવતાં શંકાસ્પદ દર્દીને તાત્કાલિક આઇસોલેશનમાં રાખવા તથા તેમના પુરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇને તાત્કાલિક સેમ્પલ પૂના સ્થિત નેશનલ વાયરોલોજી લેબ મોકલાવી તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશના 4 જિલ્લામાં 18 વ્યક્તિ ચીનની યાત્રા કરી પરત ફરી રહ્યા છે. સંબંધિત ચારેય જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓ આ બધાને 28 દિવસ સુધી સતત નજર રાખવામાં આવી રહી છે. ચિકિત્સા તથા સ્વાસ્થ મંત્રીએ કેન્દ્ર સરકારને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આગામી વ્યક્તિને શંકાસ્પદ મળી આવતાં સ્ક્રીનિંગ કરાવવાનો પણ આગ્રહ કર્યો છે

(12:22 pm IST)