Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

હેલિકોપ્ટર દુર્ઘટનામાં દિગજ્જ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટ સહીત પાંચ લોકોના મૃત્યુ : શોકનું મોજું

ધુમ્મસના કારણે તેમને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ બચાવ દળને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી : દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી રહેલા કોબી બ્રાયન્ટની એક વિમાન દુર્ઘટનામાં અવસાન થઈ ગયું છે. કોબી બ્રાયન્ટની ગણતરી બાસ્કેટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાં થતી થતી. તેમના અવસાનથી ચાહકોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. કોબી બ્રાયન્ટ જે હેલીકોપ્ટરમાં જઈ રહ્યા હતા, તે ક્રેશ થઈ ગયું હતું.

૪૧ વર્ષીય કોબી બ્રાયન્ટ સાથે આ હેલીકોપ્ટરમાં અન્ય ૪ લોકો પણ જઈ રહ્યા હતા. સ્થાનીય સમય મુજબ સવારે ૧૦ વાગે આ દુર્ઘટના થઈ હતી. લોસ એન્જલીસ ટાઈમ્સની રિપોર્ટ મુજબ જયારે આ દુર્ઘટના થઈ ત્યારે ધુમ્મસ ભરેલું વાતાવરણ હતું. ધુમ્મસના કારણે તેમને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ બચાવ દળને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યાં હતા.

(12:16 pm IST)