Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ટ્રમ્પ સાથે અફેરની અફ્વાહ અત્યંત ઘૃણાસ્પદ ને વાંધાજનક - નિક્કી હેલી

લેખક માઇકલ વુલ્ફએ એક મુલાકાતમાં જણાવ્યું 'ટ્રમ્પને હેલી સાથે અફેર હતું'

વોશિંગટન : યુનાઈટેડ નેશન્સ (યુએન)માં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના 'અંગત' સંબંધ હોવાની અફવાઓ અત્યંત "ઘૃણાસ્પદ" અને "વાંધાજનક" છે. હેલીએ જણાવ્યું હતું કે આ અફવાઓ સત્તામાં મજબૂત હોદ્દાઓ ધરાવતી મહિલાઓને નીચી દેખાડવા માટે ફેલાવવામાં આવે છે. 

આ અફવાઓ ત્યારે શરૂ થઈ જયારે 'ફાયર એન્ડ ફ્યુરી' પુસ્તકના પ્રસિદ્ધ લેખક માઇકલ વુલ્ફએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ટ્રમ્પને એક મહિલા સાથે 'અફેર' હતું, જેનો ઉલ્લેખ તેના પુસ્તકમાં થયો છે. વુલ્ફે તેમના પુસ્તકમાં લખ્યું હતું કે નિક્કી હેલી ટ્રમ્પ સરકારમાં ખૂબ પ્રભાવશાળી ચહેરો છે અને તે પોતે રાષ્ટ્રપતીના અનુગામીની જેમ દેખક કરે છે.

નિક્કી હેલીએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે "મારા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ ક્યારેય નથી રહ્યા. હેલીએ વુલ્ફના બીજા આક્ષેપને પણ નકારી કાઢ્યો હતો કે તે ટ્રમ્પના વિમાનમાં કે રાષ્ટ્રપતીની ઓવેલ ઓફિસમાં ટ્રમ્પ સાથે એકાંતમાં સમય વ્યતીત કરે છે.

 

(4:50 pm IST)