Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

દિલ્હીમાં JDU ની બેઠક : નાગાલેંડ વિધાનસભા ચૂંટણી પર થશે ચર્ચા

નવી દિલ્હી: નાગાલેંડમાં થનાર આગામી ચૂંટણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ  કુમારે આજે રોજ દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં જેડીયુના મોટા નેતા પણ ઉપસ્થિત રહેશે અને ચૂંટણીને લઈને પોતાના વિચારો રજૂ કરશે.વધુમાં જાણવા મળી રહ્યું છે કે મુખ્ય મંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં આ બેઠક પર સીટને લઈને વિચાર કરવામાં આવશે.જેડીયુએ ચૂંટણીને લઈને પોતાની કમર કસી લીધી છે તેવું લાગી રહ્યું છે.નાગાલેન્ડમાં ચૂંટણી માટે 27 ફ્રેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે અને 3 માર્ચે તેમનું પરિણામ જાહેર થશે.

(12:59 pm IST)