Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન આપવાની જરૂર

હેલ્થકેર સેક્ટરની નજર પણ બજેટ પર કેન્દ્રિતઃ ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં સેક્ટરમાં કેટલીક મોટી રાહત જાહેર કરવામાં આવશે તેવો નિષ્ણાંતોનો અભિપ્રાય

નવી દિલ્હી,તા. ૨૭: નાણાંપ્રધાન અરૂણ જેટલી  પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તમામની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે.નોટબંધી અને જીએસટીના કારણે હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી ચુકેલા લોકોને રાહત આપવા માટે બજેટમાં જેટલી હેલ્થકેર અને શિક્ષણ પર ખાસ ભાર મુકી શકે છે. બન્ને સેક્ટર માટે કેટલીક આકર્ષક જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે જેટલીની સામે કેટલાક રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને લાગુ આંચારસહિતનો પડકાર પણ રહેશે.  હેલ્થકેર સેક્ટર, ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે તેવી ગણતરી થઇ રહી છે.  ચોક્કસ પ્રોજેક્ટો અને સ્કીમ માટે ફાળવણી વધી શકે છે. સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં સંસ્થાઓને વધારીને સ્કીલ્ડ વર્કફોર્સમાં વધારો કરવામાં આવી શકે છે. ખાનગી ભાગીદારીને વધારી દેવા વધારે શેક્ષણિક સંસ્થાઓ ખોલવાની માંગ થઇ રહી છે. ભવિષ્ય માટે પ્રોફેશનલોને વધારી દેવાની માંગ થઇ રહી છે. ભારતમાં બાઇટેક ઇન્ડસ્ટ્રીઝની હવે નોંધ લેવામાં આવી રહી છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની દેશના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. આવી સ્થિતીમાં સારા કુશળ શિક્ષણો અને વિદ્યાર્થીઓ તૈયાર થાય તે જરૂરી છે. દેશમાં જુદા જુદા શેક્ષણિક વિભાગમાં વધુ સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂર છે. નાણાં પ્રધાન પાસેથી સ્કીલ ડેવલપમેન્ટ માટે આ સેક્ટર દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા અને ઉદ્યોગ- શિક્ષણના સહકારને પ્રોત્સાહન મળે તે જરૂરી છે.  આનાથી મજબુત ટેલેન્ટ પુલ તૈયાર કરાશે. તેમની કુશળતાને વધુ વધારવા માટે વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકી શકાશે.બજેટને લઇને એક નવી પરંપરા પહેલાથી જ શરૂ કરવામાં આવી ચુકી છે. જેના ભાગરૂપે બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતના પહેલા એક મહિના પહેલા એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સાથે સાથે રેલવે બજેટ પણ સામાન્ય બજેટની સાથે જ મર્જ કરી દેવાતા હવે રેલવે બજેટ રજૂ કરવામાં આવશે નહી. બજેટ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે. જેટલી તમામ વર્ગને રાજી કરવા માટે હાલમાં જુદા જુદા નિષ્ણાંતોની સલાહ લઇ રહ્યા છે.જેના કારણે રજૂઆતને ધ્યાનમાં લેવાશે.

સેક્ટરની અપેક્ષાઓ...

       ભારતીય યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને મહત્વ

       મજબૂત ટેલેન્ટપુલ વિકસિત કરવા માટેની માંગ

       કુશળતાને અપગ્રેડ કરવા વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકવા માટે પ્રયાસ

       બાયો ટેકનોલોજીમાં મૂડીરોકાણ પર વેન્ચર કેપિટલ ફંડની રચનાને પ્રોત્સાહન

       ડાયનેમિક એજ્યુકેશન અભ્યાસક્રમ જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ રહે તેવા અભ્યાસક્રમની જરૂર

       એક્સાઇઝ ડ્યુટી તરફ પણ ધ્યાન આપવા સૂચન

       માનવ સંશાધન વિભાગની યુનિવર્સિટીમાં રચનાનુ સુચન

       ઇનોવેટિવ ટેલેન્ટ સોર્સિંગ તરફ ધ્યાન આપવા માટે સુચન

(12:03 pm IST)