Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સમર્પણ કરે તેનું સ્વાગત કરો અને જવાબ આપે તેનું કામ તમામ કરો :જમ્મુ-કાશ્મીર ડીજીપી દિલબાગ સિહનો આદેશ

શ્રીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમિક્ષા બેઠકમાં કહ્યું કાયદાથી મોટું કોઈ નથી

 

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિહેં આદેશ આપ્યા છે. તેમણે સુરક્ષા જવાનોને કહ્યું છે કે આતંકવાદીઓની વિરૂદ્ધ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનમાં ગતિ લાવો કે જેથી આતંકવાદીઓને બહાર કાઢવામાં આવી શકે. જે આતંકવાદી સમર્પણ કરશે તેમનું સ્વાગત છે. જો આગળ જવાબ આપશે તેનું કામ તમામ કરો. શ્રીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમિક્ષા બેઠક દરમિયાન આ આદેશ આપવામાં આવ્યા. દિલબાગ સિંહે કહ્યું કે કાયદાથી મોટું કોઇ નથી.

કાયદો તોડનાર સામે કડકાઇ દાખવવામાં આવે. તેમણે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ કાસોને ઝડપી બનાવી દે.આતંકવાદીઓ અને તેમના આકાઓની વિરૂદ્ધ મળીને કામ કરે. સરહદ પાર બેઠલે આતંકના આકાઓ અને આતંકીઓની વિરૂદ્ધ એક સંયુક્ત રીતે કાર્યવાહી કરવી પડશે.

(12:56 am IST)