Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

કારગિલ યુદ્ધનાં 'હીરો' મિગ-27 ફાયટર પ્લેનની જોધપુરથી અંતિમ ઉડ્યન

ભારતીય વાયુસેનાના ગૌરવશાળી અતિતનો હિસ્સો બની જશે.

નવી દિલ્હી : કારગિલ યુદ્ધમાં મહત્વની ભુમિકા નિભાવનારા ભારીતય વાયુસેના મિગ -27 ફાઇટર પ્લેનની શુક્રવારે અંતિમ ઉડ્યન રહેશે. ગત્ત અનેક દશકોથી મિગ સિરીઝનાં વિમાન ભારતીય વાયુસેનાનાં ગ્રાઉન્ડ એટેક બેડાનું મહત્વનું અંગ રહ્યા છે. ભારતીય વાયુસેનામાં સ્ક્રવોડ્રન 29 એકમાત્ર યુનિટ છે જે મિગ 27નાં અપગ્રેડ વેરિયન્ટનો ઉપયોગ કરી રહ્યું છે

  . આ સ્કવોડ્રનનાં વિમાન રાજસ્થાનનાં જોધપુરથી 27 ડિસેમ્બરે પોતાની અંતિમ ઉડ્યન કરશે. મિગ 27 2006નું સર્વોચ્ચ વેરિયન અંતિમ સ્કવોડ્રનમાં અત્યાર સુધી સક્રિય રહ્યું છે. મિગ સીરીઝનાં અન્ય વેરિયન્ટ મિગ-23 BN અને મિગ-23 MF ઉપરાંત વિશુદ્ધ મિગ 27 પહેલાથી જ ભારતીય વાયુસેનામાંથી રિટાયર થઇ ચુક્યા છે.

    સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ વિમાનોએ શાંતિ અને યુદ્ધા કાળમાં રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે. મિગ જુથની કમાલ ઐતિહાસિક કારગિલ યુદ્ધ દરમિયાન જોવા મળ્યું જ્યારે આ વિમાનોએ શત્રુઓનાં સ્થળો પર રોકેડ અને બોમ્બ દ્વારા સટીક નિશાન લગાવીને તેને ધ્વસ્ત કર્યા. આ બેડાઓ ઓપરેશન પરાક્રમમાં પણ સક્રિય રીતે હિસ્સો લીધો હતો. અપગ્રેડેડ વેરિએન્ટે પણ પોતાનાં ઉમદા અને કારગત પ્રદર્શનનાં દમ પર અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં પણ હિસ્સો લીધો હતો.

   સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ, 1958નાં હુમલાખોરોમાં ઓરાગન (તોફાની) એરક્રાફ્ટ સાથે થઇ. દશકાઓ સુધી સ્કવોડ્રનમાં અલગ અલગ પ્રકારનાં ફાઇટર વિમાનો જેવા કે મિગ 21 77, મિગ 21 ટાઇપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, સ્કવોડ્રનને 31 માર્ચ, 2020ને નવેમ્બર પ્લેટેડ કરવામાં આવશે અને 27 ડિસેમ્બર, 2019ના રોજ તેની ઉડ્યનનો અંતિમ દિવસ હશે. આ સાથે જ તેઓ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી અતિતનો હિસ્સો બની જશે.

 
(12:25 am IST)