Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

આસામમાં સીએએ પર પ્રદર્શનો વચ્‍ચે ધરપકડ થયેલ ખેડૂત નેતા અખિલ ગોગોઇના ઘરે એનઆઇએ ની રેડ

     નાગરિકતા (સંશોધન) કાનૂન પર પ્રદર્શનો દરમ્‍યાન જોરહાટ (આસામ)થી ધરપકડ થયેલ ખેડૂત નેતા અને આરટીઆઇ કાર્યકર્તા અખિલ ગોગોઇના ગુવાહાટીમા આવેલ આવાસ પર ગુરૂવારના રાષ્‍ટ્રીય તપાસ એજન્‍સી (એનઆઇએ) એ છાપામારી કરી.

ગોગોઇ હજુ એનઆઇએની અટકાયતમાં છે અને તેના વિરૂદ્ધ આઇપીસીની ધારાઓ અને ગેરકાનૂની ગતિવિધી રોક થામ કાનૂનને લઇ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે.

એનઆઇએ ગોગોઇના ઘરેથી ગોગોઇનુ પાનકાર્ડ, બેંકના દસ્‍તાવેજ અને ઓળખપત્ર જપ્ત કર્યા.

(11:42 pm IST)