Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સમય આવી ગયો છે કે બોલીવુડ કાશ્મીરથી પોતાનો જુનો સંબંધ ફરી જોડેઃ બીજેપીની ટિપ્પણી

જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર જી.સી. મુર્મુના સલાહકાર અને બીજેપી નેતા ફારૂકખાનએ બોલીવુડને અપીલ કરી છે કે તે કાશ્મીરથી પોતાનો જુનો સંબંધ ફરી જોડે અને  ફિલ્મ શુટીંગ માટે કાશ્મીરની સંભાવનાઓને  ફરીથી તલાશે.

એમણે એમ પણ કહ્યું કે કાશ્મીરની નકારાત્મક છબી બનાવવામા આવી છે પણ વાસ્તવિકતા આવી નથી. ફારૂકએ કહ્યું આ આતંકવાદની જગ્યા નથી પર્યટનનું સ્વર્ગ છે.

(11:10 pm IST)