Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દિલ્હીમાં અશાંતિ ફેલાવવામાં કોંગ્રેસની 'ટુકડે ટુકડે ગેંગ'નો હાથ : અમિતભાઇ શાહનો આરોપ

દિલ્હીમાં કેજરીવાલ સરકારનો સમય ખતમ : આગામી સરકાર બીજેપીની બનશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નાગરિકતા કાયદા અંગે ભ્રમ ફેલાવવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ દળો લોકોને ભટકાવી રહ્યા છે. રાજધાનીમાં અશાંતિ ફેલાવવા પાછળ કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગનો હાથ છે દિલ્હી વિકાસ પ્રાધિકરણના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અમિતભાઈ  શાહે કહ્યું હતું કે, દિલ્હીમાં કેજરીવાલ સરકારનો સમય ખતમ થયો છે. દિલ્હીમાં આગામી સરકાર બીજેપીની બનશે.

દેશમાં સીએએ ઉપર વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ ભડકેલી હિંસા ઉપર અમિતભાઈ  શાહે આરોપ લગાવતા કહ્યું હતું કે, નાગરિકતા કાયદા ઉપર કોંગ્રેસ દ્વારા સતત ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેઓ લોકોમાં સીએએ ઉપર સતત ભ્રમ ફેલાવી રહી છે. વિપક્ષ દેશની રાજધાનીનું શાંત વાતાવરણ બગાડી રહ્યું છે.'
અમિતભાઈ  શાહે કહ્યું કે, સંસદમાં જ્યારે સીએબી ઉપર ચર્ચા થઈ રહી હતી ત્યારે કોઈએ કંઈ જ કહ્યું નહીં. પરંતુ જ્યારે કાયદો બન્યો ત્યારે આ લોકો બહાર આવ્યા છે. અને તેઓ અફવા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગ રાજધાનીનો માહોલ ખરાબ કરવા માટે સંપૂર્ણ પણે જવાબદાર છે. હવે તેમને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે.

(10:37 pm IST)