Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

કોઇનાથી ડરો નહી, હંમેશા આપની સાથે છું: મમતાએ વિદ્યાર્થીઓને વિરોધ ચાલુ રાખવાનું કહ્યું

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ નાગરિક સંશોધન કાનૂન વિરૂદ્ધ કોલકતાની રેલીમાં વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન જારી રાખવાનું કહ્યું અને હંમેશા એમને સાથ આપવાનો ભરોસો આપ્યો હતો.

     એમણે કહ્યું કોઇનાથી ડરો નહી હુ આપને લોકતાંત્રિક અધિકારો માટે લોકતાંત્રિક રીતથી વિરોધ જારી રાખવાનુ કહીશ. એમણે બીજેપીને આગ સાથે ન રમવાની ચેતવણી આપી હતી.

     મમતાએ કહ્યું નાગરિકતા સંશોધન કાનૂન પરત ન લેવા સુધી જારી રહેશે વિરોધ.

(10:05 pm IST)