Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

બાબરી મસ્જિદ એકશન કમિટી સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે:મસ્જિદના અવશેષને સોંપવાની કરશે માંગણી

જ્યારે અવશેષ ત્યાંથી હટાવવામાં આવે તો તેમને સોંપી દેવામાં આવે.તેવી માંગ કરશે

બાબરી મસ્જિદ એકશન કમિટીએ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદના અવશેષને સમિતિને સોંપવાની માંગણી કરશે. બાબરી એકશન કમિટી સાથે સંકળાયેલાના સૂત્રો મુજબ બાબરી મસ્જિદનો હિસ્સો હજુ પણ ત્યાં જ છે

   અયોધ્યા રામ જન્મભૂમી કેસની સુનાવણી દરમિયાન ક્યારેય પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં કે આખરે મસ્જિદના અવશેષનું શું થશે. જેથી જ્યારે અવશેષ ત્યાંથી હટાવવામાં આવે તો તેમને અવશેષ સોંપી દેવામાં આવે.

બાબરી એકશન કમિટી અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં ક્યુરેટીવ અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે.. તેની સાથે એક અરજી લગાવાશે..જેમાં બાબરી મસ્જિદના અવશેષ સોંપવાની માંગણી કરાશે.

(10:00 pm IST)