Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

એર ઈન્ડિયાનો મોટો નિર્ણંય :સરકારી એજન્સીઓને ઉધાર ટિકિટ નહિ આપે

10 લાખથી વધુ બાકી હોય ઉધાર ટિકિટ નહીં આપે : વિવિધ સરકારી એજન્સીઓ પાસે 268 કરોડ બાકી

નવી દિલ્હીઃ ભારે આર્થિક નુકસાન સહન કરી રહેલ સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઈન્ડિયાએ સરકારી એજન્સીને ટિકિટ આપવાનો ઈનકાર કર્યો છે

   એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીએ એવી સરકારી એજન્સીઓના અધિકારીઓને ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે જેમના પર 10 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી બાકી હોય. એરલાયન્સના અધિકારીએ જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓએ 268 કરોડ રૂપિયાની ટિકિટ એર ઈન્ડિયાથી આધાર લીધા છે અને આ રકમ બાકી છે. જ્યાં સુધી એજન્સીઓ બાકી રકમની ચૂકવણી કરતા નથી તેમને ઉધાર ટિકિટ આપવામાં આવશે નહિ. એર ઈન્ડિયા તરફથી સરકારી એજન્સીઓ માટે પહેલીવાર આ પ્રકારના પગલાં ઉઠાવવામાં આવ્યાં છે

(9:29 pm IST)