Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મિલિટ્રી એન્જિનિયરિંગમાં બે સેનાના જવાનોના મોત

ઘટનામાં નવ જવાન પણ ઇજાગ્રસ્ત

પુણે, તા. ૨૬ : ભારતીય સેનાના બે જવાનોના પુણે કોલેજ ઓફ મિલિટ્રી એન્જિનિયરિંગમાં એક અભ્યાસ દરમિયાન મોત થઇ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, ઘટનામાં વધુ ૯ જવાનો પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

સેના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવાર સવારે ૧૧.૫૦ વાગે જવાન બૈલી સસ્પેન્શન બ્રિજને લોંચ કરવાની ટ્રેનિંગ લઇ રહ્યા હતા. આ દરમિયાન એક બાજુથી બ્રિજનું ટાવર તુટી પડ્યું હતું. આ ઘટનામાં કુલ નવ જવાન ઘાયલ થયા છે જ્યારે બે જવાનોના મોત થયા છે. કોલેજ ઓફ મિલિટ્રી એન્જિનિયરિંગ ભારતીય સેનાનીએન્જિનિયર્સનો એક મુખ્યટેકનિકલ અને પ્રશિક્ષણ સંસ્થા છે જેમાં કૉમ્બેટ એન્જિનિયર, મિલિટ્રી એન્જિનિયરિંગ સર્વિસ, બોર્ડ રોડ્સ એન્જિનિયરિંગ સર્વિસેસ તથા અન્ય અભ્યાસ સામેલ છે.

(8:01 pm IST)