Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સૂર્યગ્રહણ કર્ક-તુલા-મીનઅકુંભ રાશિ માટે ફાયદાકારકઃ ધનુ-વૃષભ-કન્યા-મકર રાશિના જાતકો માટે અશુભઃ જ્યોતિષીઓનો મત

નવી દિલ્હી: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. દેશના દક્ષિણ ભાગ કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં સૂર્યગ્રહણ કંકણ આકારનું જોવા મળી રહ્યું છે. જ્યારે દિલ્હી સહિત દેશના બાકીના ભાગોમાં સૂર્યગ્રહણ આંશિક રીતે જોવા મળ્યું છે. ભારતમાં આંશિક સૂર્યગ્રહણ સવારે 8 વાગે શરૂ થઈ ગયું છે. સૂર્યગ્રહણ હોય કે પછી ચંદ્રગ્રહણ તેની અસર આપણી રાશિઓ પર ખાસ જોવા મળે છે. જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ કર્ક, તુલા, મીન, અને કુંભ રાશિ માટે ફાયદાકારક છે. જો કે જ્યોતિષીઓએ ધનુ, વૃષભ, કન્યા, અને મકર રાશિના જાતકો માટે અશુભ સંકેત આપ્યા છે.

સૂર્યગ્રહણ: કોને લાભ અને કોને હાનિ?

વધુ અસર- ધનુ, વૃષભ, કન્યા, મકર રાશિ

મધ્યમ અસર- મેષ અને વૃશ્ચિક

લાભદાયક- કર્ક, તુલા, મીન અને કુંભ રાશિના જાતકોને

આજનું આ સૂર્યગ્રહણ  ખાસ કેમ?

- વર્ષ 2019નું આ ત્રીજુ અને છેલ્લુ ગ્રહણ

- 296 વર્ષ બાદ રિંગ ઓફ ફાયર જેવું સૂર્યગ્રહણ

- આ અગાઉ 7 જાન્યુઆરી 1723ના રોજ થયું હતું આવું ગ્રહણ

- 1962 બાદ એવું પહેલીવાર  બન્યું છે કે ધનુરાશિમાં 6 ગ્રહ એક સાથે

- સૂર્યનો 93 ટકા ભાગ ચંદ્રમા ઢાંકી લે છે.

સૂર્યગ્રહણ વખતે સાવધાની રાખવી પડે

- ગ્રહણને નરી આંખે બિલકુલ જોવાય નહીં.

- સૂર્યને કોઈ ફિલ્ટર કે ડાર્ક ગ્લાસથી પણ ન જુઓ.

- કેમેરા, ટેલિસ્કોપ, દૂરબીનથી પણ સૂર્યને સીધો ન જુઓ.

- સૂર્યને ફક્ત સ્પેશિયલ સોલર ફિલ્ટર્સથી જ જોવો જોઈએ.

- સોલર ફિલ્ટર પર સ્ક્રેચ હોય તો તેનાથી સૂર્યગ્રહણ ન જોવાય.

- ટેલિસ્કોપમાં ફિલ્ટરને સ્કાય એન્ડ તરફ લગાવો.

(5:28 pm IST)