Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખનું ગમે ત્યારે એલાન થશેઃ ચૂંટણી પંચે બેઠક બોલાવી

નવી દિલ્હી, તા.૨૬:પાટનગર નવી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે તે ઘડીએ જાહેર થવાની શકયતા હોવાનું જાણવા મળ્યું હતું.

ચૂંટણી પંચે આજે સવારે પરિસ્થિતિની સમીક્ષા કરવા એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તારીખ જાહેર કરવાનો નિર્ણય લેવાશે એવુ્ં જાણકાર સૂત્રોએ કહ્યું હતું.

આ બેઠકમાં ચૂંટણી પંચની દિલ્હી શાખાના અધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ અને એમના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથોસાથ પોલીસ ખાતું, મહેસૂલ ખાતું, ઇન્કમટેકસ વિબાગ અને ગૃહ ખાતાના અધિકારીઓ પણ હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

એક અંદાજ મુજબ આજે સાંજ સુધીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે. મોટા ભાગના રાજકીય પક્ષોના પ્રવકતા પોતે આ ચૂંટણી માટે તૈયાર હોવાનો દાવો છેલ્લા થોડા સમયથી કરી રહ્યા હતા.

તાજેતરની ચૂંટણીઓમાં ભાજપે સારો એવો માર ખાધો હતો અને પોતાની જે તે રાજયની સત્ત્।ા ગુમાવી હતી એટલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પણ ખરાખરીનો ખેલ બની રહેવાની શકયતા નકારી કઢાતી નથી.

(4:01 pm IST)