Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

આધારની જેમ ઇન્શ્યોરન્સ માટે આવે છે યુનિક નંબર

 આધાર નંબરની જેમ હવે ઇન્શ્યોરન્સ પોલિનીનો એક નંબર જારી કરવામાં આવ્યો છે, આ નંબરની મદદથી વીમાધારક વિશે તમામ જાણકારી મળી જશે. હેલ્શ ઇન્શ્યોરન્સ અથવા ગાડીના ઇન્શ્યોરન્સને રિન્યુઅલ અથવા કલેમના સમયે આ નંબરથી લોકોની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિીટ ઓફ ઇન્ડિયા (IRDAI) હવે જનરલ ઇન્શ્યોરન્સ પોલિસી નંબરમાં યૂનિક નંબર ઉમેરવાની છે. ઇન્શ્યોરન્સ કંપનીને યૂનિક પોલિસી નંબરથી હિસ્ટ્રી જાણવામાં મદદ મળશે. અત્યાર સુધી દરેક વીમા કંપનીનો પોલિસી નંબર અલગ ડિજિટ અને અલગ ફોર્મેટમાં હોય છે.

ફાયદા

- આધાર નંબરની જેમ જ જનરલ ઇન્શ્યોરન્સ પોલિસી નંબર હશે.

- પોલિસી રિન્યૂઅલ, પોર્ટેબિલિટી અને કલેમ કરતી વખતે આ નંબરથી સરળતા રહેશે.

- જો પોલિસી ખોવાઈ ગઈ હોય તો પણ તમે આ નંબર દ્વારા ફરીથી પોલિસી સરળતાથી મેળવી શકશો.

-કરન્ટ પોલિસી નંબરની ઉપરની બાજુ જ આ યૂનિક પોલિસી નંબર લખવામાં આવશે.

વીમાધારક પોતાની મરજી પ્રમાણે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન પસંદ કરી શકશે

  IRDAI આ મહિને જ વીમાધારકોને રાહત આપતાં થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) પસંદ કરવાની સુવિધા આપી હતી. થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર વીમાદાતા અને વીમા લેનાર વ્યકિતની વચ્ચે વચેટિયા તરીકે કાર્ય કરે છે. તેનું મુખ્ય કાર્ય કલેમ અને સેટલમેન્ટની પ્રક્રિયામાં સહાય કરવાનું છે. વ્ભ્ખ્ વીમા લેના વ્યકિતને એક કાર્ડ આપે છે, જેને ફકત બતાવીને હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકાય છે.

(3:52 pm IST)