Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

૨૦૨૦ માટે ઇસરોની અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ

ડઝનબંધ સેટેલાઇટ કરાશે લોન્ચઃ સુર્યની ભ્રમણકક્ષા L-1 સુધી પહોચવાની નેમ

નવી દિલ્હીઃ ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માટે ૨૦૨૦નું વર્ષ બહુ મહત્વપૂર્ણ છે. ઇસરોએ આવતા વર્ષ માટે અંતરિક્ષણ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા મોટા લક્ષ્ય નક્કી કર્યા છે ૨૦૨૦માં ડઝનબંધ સેટેલાઇટ મિશન લોંચ કરવાની સાથે જ મિશન ગગનયાન માટે ટેસ્ટ ફલાઇટ લોંચ કરશે. મિશન ગગનયાન માટે ટેસ્ટ ફલાઇટનું જોકે હજુ સુધી નામ નક્કી નથી કરાયું.

ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું, ''આવતા વર્ષ માટેનું અમારૂ લક્ષ્ય ૧૦ સેટેલાઇટ મિશન લોંચ કરવાનું છે આમાં એડવાન્સ્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૧ અને જીસેટ ૧૨ આર તથા પૃથ્વીનું નિરીક્ષણ કરનાર રીસેટ ૨ BRL. અને સર્વેલસ માટે માઇક્રોસેટ સામેલ છે. આ સાથેજ આદિત્ય એલ-૧ મીશનને ૨૦૨૦ના મધ્ય સુધીમાં લોંચ કરવાની યોજના છે અને મિશન ગગન યાન માટે પહેલી ટેસ્ટ ફલાઇટને ડિસેમ્બરમાં લોંચ કરવામાં આવશે. આ ટેસ્ટ ફલાઇટનું હજુ સુધી નક્કી નથી કરાયું.''

ઇસરોની નજર હવે સૂર્ય ઉપર છે આદિત્ય એલ-૧ મિશન દેશનું પહેલું સોલલર મિશન હશે. ઇસરો ચીફે આની પુષ્ટિ કરતા કહ્યું કે આના ઉપર કામ ચાલી રહ્યું છે. ૪૦૦ કિલોના કે કલાસ સેટેલાઇટમાં છ વૈજ્ઞાનિક પેોડસ પણ હશે. આ પેલોડસનું કામ સુર્યની ભ્રમણકક્ષાના પ્રભાવી ક્ષેત્રના શરૂઆતના પોઇટ એલ-૧ સુધી પહોંચવાનુ હશે. આ ભ્રમણ કક્ષા પૃથ્વીથી ૧૫ લાખ કિમીના અંતરે છે. આનો ફાયદો એ થશે કે કોઇપણ અંતરાય વગર સૂર્ય પર સતત નજર રાખી શકાશે.

(3:50 pm IST)