Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

તામિલનાડુમાં ર૦૦૦થી વધુ દલિતોએ અપનાવ્યો ઇસ્લામ

ભેદભાવના કારણે અન્ય ધર્મ સ્વીકારવાનો આક્ષેપ

કોઇમ્બતુર : નાદુર ગામમાં દલિત સમાજના કટલાક લોકોએ ભેદભાવના આક્ષેપ કરીને ઇસ્લામ ધર્મ સ્વકીાર કરી લીધો હોવાનું કહયું છે. આમાથી કેટલાક લોકો એ પરિવારના છે જેના ૧૭ સભ્યો હમણાં જ એક દિવાલ પડવાના કારણે મોત થયા હતા. દલિતોએ કહયું છે કે પાંચ જાન્યુઆરીએ ઇસ્લામ અંગીકાર કરી લેશે. તેમણે કહયું કે તેઓ તમિલ પુલિગલ કાચી (ટીપીકે)ના સભ્યો છે. અને નાદુર ગામના રહેવાસી છે.

ટીપીકેના સુત્રોએ જણાવ્યું કે મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો આ નિર્ણય મેટ્ટ પલાયમમાં પક્ષની એક મિટીંગમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ર૦૦૦થી વધારેદલિતોએ ઇસ્લામ સ્વીકારવાની ઇચ્છા પ્રગટ કરી છે. આ લોકોમાંથી ઘણા દિવાલ પડવાથી માર્યા ગયેલા લોકોના સગાઓ છે. આ નિર્ણય મકાન માલિક વિરૂધ્ધ એસસી - એસટી (અત્યાચાર રોકધામ) કાયદા હેઠળ કાર્યવાહી ન કરાયા પછી લેવામાં આવ્યો છે. તેમણ  કહયું કે, પોલીસ અને અન્ય પ્રશાસન તેમની સાથે ભેદભાવ રાખી રહયું છે. હાલમાં જ નાદુર ગામમાં દિવાલ પડવાની ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હતા.

પક્ષે  જણાવ્યું કે આ દિવાલનું નિર્માણ મકાન માલિકે કરાવ્યું હતુ અને તેને સહારો આપવા માટે કોઇ થાંભલો પણ નહોતો બનાવવામાં આવ્યો. પક્ષનો આક્ષેપ છે કે આ દિવાલનું નિર્માણ દલિતોને પોતાના ઘરથી દુર રાખવાના મકસદથી કરવામાં  આવ્યું હતું.

(3:50 pm IST)