Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

હવે ઠિક છું: જેયર બાલ્સનારો

બાઝીલના રાષ્ટ્રપતિની માથામાં ઇજાથી યાદશકિત ચાલી ગયેલ

રીયોડીજેનરોઃ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સનારો સોમવારે પોતાના નિવાસ સ્થાને બાથરૂમમાં પડી જતા માથામાં ઇજાના કારણે થોડા સમય માટે યાદશકિત ગુમાવી બેઠા હતા. એક ઇન્ટરવ્યુહમાં મંગળવારે તેમણે જણાવેલ કે, પડયા બાદ મને કશુ યાદ ન હતુ. ત્યારે મે મારી યાદશકિત ગુમાવેલ. મને ખબર નો'તી કે મે ગઇકાલે શું કર્યું. સવારે મે યાદશકિત પાછી મેળવવા ખુબ જ પ્રયાસ કર્યા જેમાં હુ સફળ રહયો અને હવે હુ ઠીક છું. ગયા વર્ષે તેમની ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન ચાકુથી હુમલો થયેલ. જે બાદ તેમની ચાર વખત સર્જરી કરવામાં આવી છે, જયારે આ મહિનાની શરૂઆતમાં તેમણે સ્કીન કેન્સરની ફરીયાદ બાદ તપાસ કરાયેલ.

(3:49 pm IST)