Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અમિતભાઇને ધમકી આપનાર બંગાળના મંત્રી ચૌધરીને બાંગ્લાદેશે વિઝા ન આપ્યા

કોલકતાઃ પશ્ચિમ બંગાળના મંત્રી અને જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રદેશ અધ્યક્ષ સિદ્દીકુલ્લાહ ચૌધરીને વિઝા આપવા બાંગ્લાદેશે ના પાડી છે. ચૌધરી પશ્ચિમ બંગાળના  લધુમતી નેતા છે. અને થોડા દિવસો પહેલા તેમણે સીએએ મુદે અમિતભાઇને ધમકી આપેલ.

ચૌધરીએ સીએએ તુરંત પરત ન લેવાય તો અમિતભાઇને કોલકતા એરપોર્ટ ઉપરથી બાહર ન નિકળવા દેવાની ધમકી ઉચ્ચારેલ. ઉપરાંત જયારે શાહ કોલકતા આવશે ત્યારે અમે તેમને રોકવા એક લાખ લોકોને એકઠા કરી દેશું. તેમ જણાવેલ.

(3:48 pm IST)