Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

કાલકા-સીમલા વચ્ચે પારદર્શક છત્તવાળી ટ્રેન દોડીઃ હિમદર્શન યોજના હેઠળ ટ્રેન શરૂ

નવી દિલ્હી, તા. ૨૬ :. ભારતીય રેલ્વેએ વિશ્વની ખાસ ટ્રેનોમાં સામેલ એવી કાલકા-સીમલા રૂટ ઉપર દોડતી ટ્રેનની છત્ત હીમદર્શન યોજના હેઠળ પારદર્શક બનાવી દોડાવવાનું શરૂ કર્યુ છે. રેલ્વે તંત્રના જણાવ્યા મુજબ બુધવારે ફુગ્ગાઓ અને ક્રિસમસના લાલ રંગથી રંગાયેલી આ ટ્રેન હરીયાણાના કાલકા સ્ટેશનથી સવારે લગભગ ૭ વાગ્યે રવાના થઈ હતી. ૧૦૦થી વધુ મુસાફરો આ ટ્રેનમાં બરફથી લદાયેલી વાદીઓનો લુફત ઉઠાવી શકે છે. ઠંડીની રજાઓ અને નવા વર્ષના જશ્નને લઈને આગલા કેટલાક દિવસો સુધી ટ્રેનની તમામ ટ્રીપો બુક થઈ ગઈ છે. દરેક વિસ્ટાડોમ કોચમાં ૧૫ સીટો હશે. બન્ને તરફ ૫ - ૫ બારીવાળી અને ૫ સીટો વચ્ચે રહેશે. ઉનાળા દરમિયાન કુલીંગ માટે દરેક કોચમાં બે એરકન્ડીશન્ડ રહેશે. વધારે ગરમીના દિવસોમાં કોચમાં વધુ પડતો તડકો અને રોશની રોકવા માટે પારદર્શી છત્ત ઉપર રોલરબ્રાઈન્ડસની વ્યવસ્થા રાખવામાં આવી છે. મુસાફરો ઈચ્છે તે દિશામાં પોતાની સીટો ફેરવી શકે છે. એલઈડી લાઈટીંગ અને મોબાઈલ-લેપટોપ ચાર્જ કરવા માટે મોડયુલર ટાઈપ સ્વીચ અને શોકેટ કોચમાં લગાવવામાં આવ્યા છે. અત્યંત આધુનિક શૌચાલયની પણ વ્યવસ્થા પણ આ કોચમાં છે.

(3:42 pm IST)