Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

છેલ્લાં ૧૬૬ વર્ષોમાં રેલવે માટે સૌથી સુરક્ષિત રહ્યું આ વર્ષ, ૧ પણ વ્યકિતનું મૃત્યુ નથી થયું દુર્ઘટનાઓમાં

રાજકોટ, તા. ર૬ : ભારતીય રેલવે માટે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ સૌથી સુરક્ષિત વર્ષ રહ્યું છે, અત્યાર સુધીના ૧૬૬ વર્ષના લાંબા ઈતિહાસમાં આ પહેલું એવું વર્ષ છે, જેમાં એકપણ યાત્રીની મૃત્યુની દુર્દ્યટના નોંધાઇ નથી. ભારતીય રેલવે માટે આ બહુ મોટી ઉપલબ્ધિ છે.

ભારતીય રેલવેના આંકડા અનુસાર, રેલવે દુર્દ્યટનાઓ, એકિસડન્ટ, ટ્રેનમાં આગ લાગવી, બેટરી થવી કે ક્રોસિંગમાં ગડબડ થવી જેવી દ્યટનાઓમાં છેલ્લાં ૩૮ વર્ષોમાં ૯૫ ટકાનો દ્યટાડો થઈ શકયો છે. ગત નાનાકિય વર્ષ ૨૦૧૭-૧૮ માં ભારતીય રેલવે નેટવર્કમાં કુલ ૭૩ દુર્દ્યટનાઓ થઈ હતી. રેલવેમાં સતત અપનાવવામાં આવેલ સુરક્ષા ઉપાયોના કારણે આવી દુર્દ્યટનાઓમાં દ્યટાડો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકિય વર્ષમાં આવી ૫૯ દ્યટનાઓ જોવા મળી છે. પ્રતિ મિલિયન કિમીમાં આવો દુર્દ્યટનાપ આ વર્ષે દ્યટીને ૦.૦૬ ટકા થઈ છે.

રિપોર્ટ અનુસાર વર્ષ ૧૯૬૦-૬૧ માં આપ્રકારની ૨૧૩૧ દુર્દ્યટનાઓ નોંધાઇ હતી. વર્ષ ૧૯૭૦-૭૧ માં ૮૪૦, વર્ષ ૧૯૮૦-૮૧ માં ૧૦૧૩, વર્ષ ૧૯૯૦-૯૧ માં ૫૩૨, વર્ષ ૨૦૧૦-૧૧ માં આવી દુર્ઘટનાઓ ૧૪૧ નોંધાઇ. વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૫ વચ્ચે સામે આવેલ દુર્દ્યટનાઓમાં ૨૪૦૦ યાત્રીઓનાં મૃત્યુ નીપજયાં. તો ૪૩૦૦ લોકો દ્યાયલ થયા.વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ વચ્ચે નોંધાયેલ આવી દુર્દ્યટનાઓમાં કુલ ૯૯૦ લોકોનાં મૃત્યુ થયાં અને ૧૫૦૦ યાત્રીઓ ઘાયલ થયા હતા.

(3:41 pm IST)