Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ગૃહમંત્રીનો અચાનક ટીવી ઈન્ટરવ્યુ નરેન્દ્રભાઈના કહેવાથી થયેલ?

અમિતભાઈની ''લોહ પુરૂષ''ની છબી ધૂમિલ થયાની અંદરખાને ભારે ચર્ચાઃ સીએએ- એનપીઆર- એનઆરસી મુદ્દાઓને નિપટાવવા અને સંવેદનશીલતા અનુભવવામાં નિષ્ફળ જતા પાર્ટી- સરકારના લોકો ચિંતા વ્યકત કરી રહ્યા છે

નવીદિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈને થોડા સમય પહેલા વોશ્ગીંટન પોસ્ટ દ્વારા અદ્રશ્ય વડાપ્રધાન કહેવામાં આવેલ. પરંતુ તેમની છબી ટીવી ઈન્ટરવ્યુમાં વિપરીત જોવા મળી હતી.

સંસદની અંદર, બાહર અમિતભાઈના નાગરીકતા કાયદા ઉપરના વિચારો, પશ્ચિમ બંગાળમાં રેલી દરમિયાન મુસ્લિમ પ્રવાસીયો દેશ માટે ખતરો હોવાથી બહાર નિકળવાની જરૂર, શિયાળુ સત્રમાં મુસલમાનોને છોડીને પાડોશી દેશોના લઘુમતિઓને નાગરીકતા દેવા માટે ખરડો રજુ કરવાના વિચાર- નિવેદનો વચ્ચે મંગળવારે તેઓ આ રૂખથી વિપરીત જોવા મળેલ હોવાનું એક હિન્દી રાષ્ટ્રિય અખબારમાં પ્રસિધ્ધ થયું છે.

હિન્દી તેમજ અંગ્રેજી ચેનલોને આપેલ ઈન્ટરવ્યુમાં તેમની એનઆરસી અને એનપીઆર ઉપરની પ્રતિક્રિયા પહેલા કરતા અલગ હતી. એનસીઆર ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજીસ્ટર છે, જેને ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરનો અભ્યાસ પુરો થયા બાદ શરૂ કરાશે. તેમણે વધુમાં જણાવેલ કે મે કયારેય નથી કહ્યુ કે એનઆરસી ઉપર સંસદ અને મંત્રીમંડળમાં તુરંત ચર્ચા કરાશે.

અમિતભાઈએ રવિવારની નરેન્દ્રભાઈએ જે કહ્યુ તે સાચુ હોવાનું કહી જણાવેલ કે એનઆરસીને કયારેય પણ મંત્રીમંડળ અને સંસદની સામે નથી લવાયુ એટલે આ જુઠાણું ફેલાવાઈ રહ્યું છે.

આ સમગ્ર ઈન્ટરવ્યુની ઘટના નરેન્દ્રભાઈની મંગળવારે કેબીનેટ બેઠક બાદ અમિતભાઈ સાથેની ચર્ચામાં આકાર પામી હોવાનું અને મોદીના કહેવાથી જ અમિતભાઈએ ઈન્ટરવ્યુ આપી એનઆરસી ઉપર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હોવાનું ઓફ ધ રેકોર્ડ જાણવા મળ્યું છે.

નરેન્દ્રભાઈ સાથેની બેઠક બાદ અમિતભાઈએ ૪૫ મીનીટનો ટીવી ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે સ્વીકાર કરેલ કે પ્રક્રિયા અંગેની વિપરીત માહિતી અપાયેલ. જયારે પાર્ટી અને સરકારમાંના લોકો અમિતભાઈ દ્વારા સીએએ, એનપીઆર અને એનઆરસી મુદાને નિપટાવવા અને સંવેદનશીલતાને અનુભવવાને વિફળ રહ્યા અંગેની ચિંતા વ્યકત કરી રહ્યા છે. ઉપરાંત તેમની લોહ પુરૂષની છબી પણ આ મુદ્દાને લઈને ધૂમિલ થયાનું ચર્ચાય રહ્યુ છે

(3:40 pm IST)