Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

જુઠ્ઠુ ફેલાવનારાના શહેનશાહ છે કોંગી નેતા રાહુલ ગાંધી : ભાજપ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વિટ પર ભાજપના આકરા પ્રહારો : ભારત માતાથી જુઠ્ઠુ બોલી બોલી રહ્યા છે આરએસએસના વડાપ્રધાન સંદર્ભના રાહુલ ગાંધી ના નિવેદન ઉપર ભાજપના પ્રહારો : નિવેદનને આપત્તિજનક ગણાવ્યું

નવી દિલ્હી, તા. ૨૬ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી અંગે કરાયેલા ટ્વિટ પર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીને જુઠ્ઠા લોકોના શહેનશાહ ગણાવતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, દેશની જનતાની સામે તેમનો આક્રોશ જાહેર થઇ ચુક્યો છે. સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના આરએસએસના વડાપ્રધાન જુઠ્ઠાણા ફેલાવતા ટ્વિટને ખુબ જ આપત્તિજનક જણાવી અને કહ્યું હતું કે ડિટેન્શન સેન્ટરોને લઇ કોંગ્રેસ દેશમાં ભ્રમ લેવી રહ્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, આજ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે અને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે તે ખુબ જ આપત્તિજનક છે. તેમણે કહ્યું હતું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાથી જુઠ્ઠુ બોલી રહ્યા છે. મને લાગે છે કે, રાહુલ ગાંધીથી ભદ્રતા અને સારી ભાષાની અપેક્ષા રાખવી તે યોગ્ય નથી.

           તેમણે કહ્યું હતું કે, રાફેલ પર જુઠ્ઠાણુ ફેલાવવાના કારણે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટથી પણ માફી માંગી ચુક્યા છે અને હવે દેશની જનતાને જુઠ્ઠુ બોલી રહ્યા છે. ભાજપના જાણિતા પ્રવક્તાએ ડિટેન્શન સેન્ટર ખોલવાને લઇને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુંકે, વડાપ્રધાને કહ્યું હતું કે, આવું કોઇ ડિટેન્શન સેન્ટર નથી જેમાં એનઆરસી બાદ ભારતના મુસ્લિમાનોને રાખવામાં આવશે તેમાં વડાપ્રધાને શું જુઠ્ઠુ કહ્યું છે. ૧૩મી ડિસેમ્બર ૨૦૧૧ના દિવસે કેન્દ્ર સરકારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, ૩ ડિટેન્શન સેન્ટર આસામમાં ખોલવામાં આવી ચુક્યા છે.

૨૦૧૧માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ૨૦મી ઓક્ટોબર ૨૦૧૨ના દિવસે આસામની કોંગ્રેસ સરકારે શ્વેતપત્ર જારી કર્યું હતું. શ્વેતપત્રના ૩૮માં પેજ પર લખ્યું હતું કે, કેન્દ્ર સરકારને અસમ સરકારને આદેશ આપ્યો હતો કે, તમે ડિટેન્શન સેન્ટર શરૂ કરો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર આકરા પ્રહારણ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જાણવું કશું જ નથી પરંતુ બોલવું બધુ જ છે. તેમણે કહ્યું હતું કે, કોઇપણ વિષય પર રાહુલ ગાંધીને કોઇ જ જ્ઞાન નથી પરંતુ દરેક વિષય અંગે નિવેદન કરવું હોય છે. તેમને એનપીઆર અથવા તો સીએએ સાથે કોઇ મતલબ નથી તેમને માત્ર એક ચાવાળો વડાપ્રધાન બન્યા તે વાતથી મતલબ છે.

           ગુવાહાટી હાઈકોર્ટમાં થયેલા કેસ સંદર્ભે કોર્ટે માન્યુ છે કે, ૨૦૦૯માં જે પત્ર તે સમયના ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું હતું તેની અંદર ડિટેન્શન સેન્ટર અને તેમાં લોકોને રાખવાના નિયમનો ઉલ્લેખ કરાયો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ તમામ તે સમયે ગૃહમંત્રાલય દ્વારા જ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આજે ડિટેન્શન સેન્ટર પર આપેલા વડાપ્રધાનના નિવેદનને લઇને એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં કોંગ્રેસ સાંસદે કહ્યું હુતં કે, ભારત માતાથી આરએસએસના વડાપ્રધાન જુઠ્ઠુ બોલી રહ્યા છે.

(8:02 pm IST)