Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મોદીએ લાઈવ સ્ટ્રીમિંગની મદદથી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ નિહાળ્યું

બીજા ભારતીયોની જેમ હું પણ આ સૂર્યગ્રહણ જોવા માટે અત્યંત ઉત્સાહિત હતો, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાદળછાયા વાતાવરણના કારણે હું મારી નરી આંખે સૂર્યગ્રહણ જોઈ શકયો નહીં

નવી દિલ્હી, તા.૨૬: ગુરૂવારે ભારત સહિતના અન્ય વિવિધ દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. પરંતુ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે દિલ્હી સહિત ઉત્ત્।ર ભારતના ઘણા શહેરોમાં આ અલૌકિક ખગોળીય ઘટનાને લોકો નિહાળી શકયા નહતા. સૂર્યગ્રહણને પોતાની નરી આંખે ન જોઈ શકવાનું જેટલું દુઃખ સામાન્ય માણસને હોય તેટલું જ દુઃખ વડાપ્રધાન મોદીને પણ હતું. વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સૂર્યગ્રહણ જોવા માટેનો પોતાનો ઉત્સાહ અને નિરાશા વ્યકત કરી.

ટ્વીટર પર સૂર્યગ્રહણ જોવા માટેના પોતાના ઉત્સાહને વ્યકત કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, બીજા ભારતીયોની જેમ હું પણ આ સૂર્યગ્રહણ જોવા માટે અત્યંત ઉત્સાહિત હતો. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાદળછાયા વાતાવરણના કારણે હું મારી નરી આંખે સૂર્યગ્રહણ  જોઈ શકયો નહીં. પરંતુ મેં લાઈવ સ્ટ્રીમિંગની મદદથી કોઝિકોડ અને બીજા હિસ્સાઓમાં થયેલા સૂર્યગ્રહહની ઝલક જોઈ. આ સાથે જ મેં વિશેષજ્ઞોની મદદથી આ વિશે મહત્વપૂર્ણ જાણકારી પણ પ્રાપ્ત કરી.

(3:36 pm IST)