Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

વેનેજુએલામાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૭૦ પૈસા છેઃ ઇરાનમાં મળે છે રૂ.૮.૫૫માં

ભારતમાં પેટ્રોલનો ભાવ (દિલ્હીમાં) રૂ.૭૫ છેઃ ડિઝલ મળે છે રૂ.૬૬.૯૯માં

નવી દિલ્હી, તા.૨૬:  દેશમાં હાલ  અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. આ દરમિયાન આજે અમે તમને જણાવીશું કે દ્યણા દેશ એવા પણ છે જયાં એક રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે. જુઓ તે દેશોની યાદી જયાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે.

વેનેજુએલા એવો દેશ છે જયાં દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. દક્ષિણ અમેરિકાના વેનેજુએલામાં પેટ્રોલની કિંમત ૭૦ પૈસા પ્રતિ લીટર છે. જોકે વેનેજુએલામાં ધરતીના સૌથી મોટા તેલનો ભંડાર છે, જેના લીધે અહીં આટલું સસ્તું પેટ્રોલ મળે છે.

દુનિયામાં બીજા નંબર પર સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર દેશ ઇરાન  છે. અહીંયા એક લીટર પેટ્રોલની કિંમત ૮.૫૫ રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરફ ભારતની તુલનામાં પેટ્રોલ ૬૬.૦૮ રૂપિયા પ્રતિ લીટર સસ્તું છે.

સૂડાનમાં પણ પેટ્રોલના ભાવ ખૂબ ઓછા છે. હાલ અહીંયા એક પેટ્રોલની કિંમત ૧૨.૧૧ રૂપિયા છે. સૂડાન દેશનો સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર દેશ છે. ચોથા નંબર પર સૌથી સસ્તું પેટ્રોલ વેચનાર દેશ અલ્ઝીરિયા છે. અહીંયા એક લીટર પેટ્રોલની કિંમત ૨૪.૭૭ રૂપિયા છે.

આ ઉપરાંત પાંચમા નંબર પર કુવૈતનું નામ આવે છે. કુવૈતમાં હાલ એક લીટર પેટ્રોલના ભાવ ૨૪.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે.

આખરે ભારતની વાત કરીએ તો અહીં પેટ્રોલનો ભાવ ૭૫ રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયો છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં પણ ગત થોડા દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત ૬૬.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે.

(12:56 pm IST)