Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મેરઠમાં ગોધરાકાંડ સર્જાતા રહી ગયું: જવાનોને જીવતા સળગાવવા'તા

સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન પુલવામા હુમલાથી પણ ભયાનક પ્લાન તોફાનીઓ દ્વારા રચાયેલઃ જાસુસી વિભાગનો જબરો પર્દાફાશઃ ષડયંત્ર નાકામ

મેરઠઃ ગુજરાતમાં ગોધરાકાંડમાં જેવી રીતે રામ ભકતોને ટ્રેનમાં જીવતા સળગાવાયેલ તે જ રીતે સીએએ વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડ દ્વારા સુરક્ષા દળોના જવાનોને સળગાવવાની તૈયારી કરાઈ હતી. પુલવામાં આતંકી હુમલાથી પણ ભયાનક પ્લાન તૈયાર કરાયો હતો. જો કે ભીડ દ્વારા પ્રયાસ થાય તે પહેલા જ જવાનોને બચાવી લેવાયેલ.

જાસુસી વિભાગ દ્વારા શાસક તંત્રને જે રિપોર્ટ સોંપાયો તેમાં જણાવ્યા મુજબ હાપુડ રોડ ઉપર તોફાનીઓ પોલીસ દળ અને આરએએફના જવાનોના જીવ લેવા ઉપર ઉતર્યા હતા. પ્લાન હેઠળ જ પોલીસને નિશાન બનાવાઈ હતી. તોફાનીઓ દ્વારા ફાયરીંગની સાથે આગજની પણ કરી રહ્યા હતા. દંગાખોરોએ આરએએફના બે તથા પીએસસીના ૩૫ ટ્રેઈની જવાનોને બીલ્ડીંગમાં પુરી દીધેલ. જો ફોર્સ વધુ ત્રણ મિનિટ મોડી પહોંચી હોત તો તેમને ન બચાવી શકત.

માહિતી મુજબ શહેરની સીટી હોસ્પિટલ પાસે પોલીસ ટીમને તોફાનીઓના ટોળાઓ ઘેરી લીધેલ. જેમાં સીઓ દિનેશ શુકલ, આરએએફ અને પીએસીના કેટલાક જવાનો, પોલીસ લાઈનના ટ્રેનર અને ૩૫ ટ્રેઈનીઓ હતા. સીધા હુમલાથી પોલીસે પાછળ હટવું પડેલ અને અલગ- અલગ શેરી- ગલીઓમાં ઘુસી ગયેલ. ટ્રેઈની પોલીસ જવાનો, ટ્રેનર, ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન હેડ ભુવનેશ કુમાર અને આરએએફ એક દુકાનમાં ઘુસી ગયેલ અને શટર બંધ કરી દીધુ હતુ. જયારે તોફાનીઓએ શટરને બહારથી તાળુ મારી જીવતા સળગાવવાનો પ્રયાસ કરેલ.

સીઓ દિનેશ શુકલને પોલીસ સ્ટેશને ફોન કરી ફસાયા હોવાની માહિતી આપેલ. જો કે તેમનું મુખ્ય રોડથી પાછા જાવુ શકય ન હોય તેઓ હાપુડ અડ્ડા સુધી ગલીઓમાંથી થઈ પહોંચ્યા હતા. ત્યારબાદ એસપી દેહાત અવિનાશ પાંડે સાથે પોલીસ કર્મીઓને બચાવવા નિકળી પડેલ. તોફાનીઓના ગોળીબાર અને ભારે પથ્થરમારા વચ્ચે પોલીસ- આએએફ બંધક સ્થળે પહોંચી જવાનોને છોડાવ્યા હતા.

(12:56 pm IST)