Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સીએએ અને એનઆરસી ભારતના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યના છે

સમસ્ત કચ્છી સમાજ, કે.વી.ઓ. સેવા સમાજ, દેરાવાસી મહાજન, સ્થાનકવાસી મહાજન, કચ્છી જૈન ફોઉન્ડેશન તેમજ સમાજની અન્ય સંસ્થાઓ જોગ...

આ ઓપન લેટર લખવાનું તાત્પર્ય એટલું જ કે આપણો કચ્છી સમાજ આ મહાન ભારત દેશનું એક અંગ છે અને આપણાં દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે જે દૂરંદેશી દેખાડી CAA - સિટીઝન્સ અમેન્ડમેન્ટ એકટનો કાનૂન સંસદના બંને ગ્રહોથી પાસ કરાવેલ છે.

શ્રી માટુંગા કચ્છી મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ એ ગુરૂવાર તા. ૧૯.૧૨.૨૦૧૯ના નારણજી શામજી વાડી ખાતે એક જાહેર સભામાં દેશના સુપ્રસિદ્ઘ વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાષ્ટ્રભકત શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનો જાહેર પ્રવચન આયોજિત કરી, ૬૦૦થી પણ વધારે શ્રોતાઓને ભારતની હાલની નાજુક પરિસ્થિતિ તથા CAA એન્ડ NRC તથા દેશના ઇસ્લામિકરણના ગંભીર મુદ્દે માહિતી અને તથ્યો સભર સમજણ આપી હતી. આવા લોક જાગૃતિના અન્ય કાર્યક્રમો મુંબઇ તથા સમગ્ર દેશ માં ઠેર ઠેર યોજવા માટે આપણી વિવિધ સંસ્થાઓએ પ્રયત્નો કરવા જોઈએ.

આ કાયદો તથા NRC ભારત દેશના સનાતન ધર્મ અને હિન્દુ બહુમતી ધરાવતા દેશ માટે તેમજ હિન્દુઓના અસ્તિત્વ માટે અત્યંત અગત્યનું છે.

આઝાદી પછી છેલ્લા ૭૦ વર્ષથી આ દેશ પર યોજનાબદ્ઘ રીતે એક ખાસ એજન્ડા હેઠળ યેનકેન પ્રકારેણ મુસ્લિમોની વસ્તી હિન્દુ (મુસ્લિમ સિવાય બધાય પેટા ધર્મો)ઓની સરખામણીમાં ખુબજ ઝડપથી વધારવામાં આવી રહી છે. આજે ૧૩૦ કરોડની આબાદીમાં મુસ્લિમો ૩૫ કરોડના સત્તાવાર આંકડા પર પહોંચી ગયા છે જે ૧૯૪૭માં ૪ કરોડ પણ નહોતા.

મુસ્લિમ લઘુમતીમાં હોવા છતાંય આ દેશની અત્યાર સુધીની ચૂંટાયેલી માયકાંગલી સરકારો દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિથી તેમની આબાદી, બહુમતી દેશમાં વધી જાય તે માટેના કુટિલ પ્રયોગો છેલ્લા ૭૦ વર્ષથી કરતા આવ્યા છે, જે અન્વયે આજે કેરળ, બંગાળ, આસામ જેવા રાજયો, કે જેઓ હિન્દુ બહુમતી ધરાવતા હતા ત્યાં ધીમે ધીમે મુસ્લિમ અને ખ્રિસ્તીઓ લગભગ બહુમતી ની નજીક પહોંચી ગયા છે. આ રાજયો માં આને કારણે હિંદુઓની કેવી પરિસ્થિતિ છે તે કહેવાની જરૂર નથી. કેરળમાં તમે જશો તો ઠેર ઠેર મસ્જિદો અને ખ્રિસ્તીઓના ગિરિજાઘરો દેખાશે પણ હિન્દુ મંદિર શોધ્યે નહીં જડે એવી પરિસ્થિતિ થઈ ગયી છે. આજ પરિસ્થિતિ સમગ્ર ભારતમાં નિર્માણ કરાવવાનું એક કાવતરૃં અમલમાં છે જેનો વિરોધ દરેક હિન્દુ, જૈન, શીખ, બૌદ્ઘ વગેરે બિન મુસ્લિમ અને બિન ખ્રિસ્તી કોમના નાગરિકોએ કરવો જ રહ્યો.

શાંતિ, ભાઈચારો, અમન, ધાર્મિક સદભાવ આવા દેખાડા માટેના મુખવટા હેઠળ હિંદુઓને નમાલા અને માયકાંગલા કરી ભવિષ્યમાં ભારત દેશનું ઇસ્લામિકરણનો કારસો અગાઉની સરકારોએ રચ્યો જે આપણી ચુપકી અને નમાલાપણાના કારણે જ થઇ રહ્યું છે.

હિન્દૂ ઓની આવનાર પેઢીને આ દેશ હિન્દુ રાષ્ટ્ર બની રહે અને આપણી આઝાદી ફરી ખતરામાં ન આવી જાય એના માટે સમગ્ર જૈન સમાજને વિનંતી કે ભાજપ સરકારના આ કાયદા (CAA - CITIZENS AMENDMENT ACT) ને જોરદાર, મજબૂત, સબળ, ટેકો આપો. સમગ્ર સમાજને સમાજની વિવિધ સંસ્થાઓ જાગૃત કરે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા શ્રી અમિતભાઈના આ મહાન કાર્યને મજબૂત પીઠબળ પૂરૃં પડવાની ફરજ આપણાં સમાજની છે.

આજે સમય છે કે રાષ્ટ્રના હિત માટે સમગ્ર કચ્છી સમાજને જાગૃત કરી , આપણા સમાજનો ટેકો આ કાયદો, વડાપ્રધાન અને આપણી ભાજપ સરકારને ડંકાની ચોટ પર આપો.

કચ્છી નરબંકાની ઉકિતને સાર્થક કરી બતાવવાનો આ સમય છે.

સમગ્ર કચ્છી સંસ્થાઓને આગેવાની લઈ, આ વિષય મુંબઇ તથા દેશમાં જયાં જયાં પણ આપણી સંસ્થાઓ કાર્યરત છે ત્યાં સભાઓ કરો, લોક જાગૃતિ કેળવો, પ્રદર્શન અને પ્રભાત ફેરીઓનું આયોજન કરો.

સીએ મહેન્દ્ર રાંભિયા (દાદર), હેમંત સાવલા (મુલુંડ), યુપીન ગાલા (મુલુંડ).

(નોંધ- ઉપરોકત લખાણનો આપ સૌ આપના દરેક સોશ્યિલ ગ્રુપમાં વધુમાં વધુ પ્રચાર કરશો. આભાર : શ્રી સુરેશભાઈ સંઘવીના સોશ્યલ મીડિયા ઉપરના ફોરવર્ડેડ મેસેજના આધારે.)

(12:55 pm IST)