Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

યુ.એસ.માં' ગુજરાત સીનીઅર સોસાયટી પ્લાનો 'ની મિટિંગ મળી : 125 જેટલા મેમ્બર્સએ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી પ્રસંગને દીપાવ્યો

યુ.એસ.માં ગુજરાત સીનીઅર સોસાયટી પ્લાનોની 2019 ની નાતાલ પૂર્વે 18 ડિસેમ્બરના રોજ મિનરવા બેન્કવેટ હોલમાં માસિક મિટિંગ મળેલી જેમાં 125 મેમ્બરોએ રંગબેરંગી ભારતીય વસ્ત્રો પરિધાન  કરી પ્રસંગને દીપાવ્યો હતો.

નેશનલ થેરાપી સર્વિસવાળા ડો.જનાન્તિક પંડ્યાએ પ્રોગ્રામ સ્પોન્સર કરેલો અને ફિઝિકલ થેરાપી વિષે સુંદર ઉદબોધન કરેલું. ત્યારપછી એમની ટીમના  ડો.હાર્દિક પટેલ અને ડો.મિહિર પટેલએ એક કલાક  સુધી 50 વર્ષ પછી થતી શારીરિક વ્યાધિ ,તેના લક્ષણો ,અસરો ,અને ઉપચાર અંગે ખુબ સરસ સમજણ આપી હતી.બાદમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પણ પુછાયેલા પ્રશ્નોનું સમાધાન  કરાયું હતું . એટલુંજ નહીં ડોક્ટરોએ સીનીઅર પ્રત્યેના ભાવથી પોતાના મોબાઈલ નંબર લખાવી કહ્યું હતું કે તમારા શારીરિક પ્રશ્નો માટે ગમે ત્યારે ફ્રી વાત કરી શકો છો.

પ્રશ્નોત્તરીના અંતે ડોક્તરોનું બુકેથી અભિવાદન કરાયું હતું

ડિસેમ્બર માસ દરમિયાન જે મેમ્બર્સનો બર્થ ડે હતો તેઓને શુભેચ્છા પાઠવી સુશ્રી રોમાબેન પીઠડીયા તરફથી આદરપૂર્વક ગીફ્ટબૅગ ભેટ આપવામાં આવેલ

મિટિંગના અંતે સ્વાદિષ્ટ ભોજન સાથે ગપશપનો આનંદ માણી 2019 ની સાલની છેલ્લી મિટિંગ પૂર્ણ કરી 2020 ની સાલને વધાવતા સહુ છુટા પડ્યા હતા તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:13 pm IST)