Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ઓશોના તર્ક 'અકાટ્ય' છે...

ઓશો મતલબ સદગુરૂ. ઓશો મતલબ માર્ગ. ઓશો મતલબ એક  પથિક જે આપને રસ્તો બતાવે, તે ફકત રસ્તો દેખાડનાર છે, તે તમને ખભા પર બેસાડીને લઇ જનાર નથી.

ઓશો જયાં સુધી જીવતા રહયા ત્યાં તેમનો જેટલો વિરોધ થયો તેટલો બીજા કોઇનો નથી થયો અને આ વિરોધના લીધે જ ઓશો, ઓશો બન્યા હતા એવંુ મારૃં માનવું છે. હું જે આજે કંઇ પણ છંુ, જે માર્ગે છું,તે તેમના દૂરબીનના સહારે છું. જે તેમણે મને આપ્યુ છે. ઓશો મારા માટે  દૂરબીન સમાન છે જેની મદદથી મેં દુનિયા જોઇ છે.

ઓશો સાથેનો મારો સંબંધ બહૂ જૂનો છે. જીવનના શરૂઆતના કાળમાં ઓશોનુ એક પુસ્તક મારા હાથમાં આવ્યું હતું, જેવુ  મેં તેને વાંચ્યંુ મને ખબર પડી ગઇ કે અત્યાર સુધી મેં જે કંઇ વાંચ્યું છે, જાણ્યું છે એ બધુ ખોટું છે. તે રાતે હું સુઇ નહોતો શકયો.

આજે જો કોઇ વ્યકિત ગીતા ને સમજવા ઇચ્છતી હોય તો તેણે ઓશોએ ગીતા વિષે જે કંઇ કહયુ છે તે વાંચવું સાંભળવું જોઇએ. ઓશોના વિરોધીઓ જયારે તેમને વાંચશે, સાંભળશે ત્યારે તેના વિરોધી નહીં રહી શકે. હું તો એવો પણ દાવો કરૃં છુંં કે કોઇ તેમના તર્ક ને કાપી બતાવે, તેમના તર્ક 'અકાટ્ય' છે.

સુધીર શર્મા (સંપાદક, જીસલામ)

(11:42 am IST)