Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

રાહુલ-પ્રિયંકા લાઇવ પેટ્રોલ બોમ્બઃ અનિલ વિજ

તેઓ જયાં જાય છે ત્યાં આગ લગાવે છે

રોહતક તા. ર૬ :.. હરિયાણાના સ્વાસ્થ્યપ્રધાન અનિલ વિજે કોંગ્રેસના ભુતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને 'લાઇવ પેટ્રોલ બોમ્બ' ગણાવ્યા છે. તેમણે આરોપ મૂકયો કે તેઓ જયાં પણ જાય છે ત્યાં આગ લગાવે છે અને જાહેર સંપતિને નુકસાન પહોંચાડે છે.

રાહુલ - પ્રિયંકાને જયારે યુપી પોલીસે મેરઠની સરહદની બહારથી જ આગળ જતાં અટકાવી દીધા તેવા સમયે અનિલ વિજે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. બન્ને નેતા સીએએ વિરૂધ્ધ હિંસક દેખાવોમાં મોતને ભેટેલા યુવકોના પરિવારજનોને મળવા જઇ રહ્યા હતાં.

મેરઠમાં ગયા સપ્તાહે નાગરિકતા કાયદા વિરૂધ્ધ હિંસક દેખાવોમાં બે લોકોનાં મોત થયા હતાં. દેખાવકારોએ એક પોલીસ ચોકીને પણ આગ લગાવી દીધી હતી. નાગરિકતા કાયદો લાગુ થયા બાદથી જ દેશભરનાં રાજયોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે.

(11:41 am IST)