Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

એક ચર્ચ સળગાવી દેવાના પગલે ઈથોપિયામાં હિંસા ભભૂકી : ૪ મસ્જિદો સળગાવી દેવાઈ

મુસ્લિમો વિરૂદ્ધ હિંસાનો દોર : હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા : રાજકીય લોકો બે સમુદાયને અથડાવી રહ્યા છે

નવી દિલ્હી : ઇથોપિયામાં હજારો મુસ્લિમો મસ્જિદો સળગાવવાનાં વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કેટલાક ઉપદ્રવીઓએ શુક્રવારનાં ઇથોપિયાનાં અમહારામાં ૪ મસ્જિદોને આગ લગાવી દીધી. ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી ૩૫૦ કિમી દૂર મોટ્ટા કસ્બામાં ગત શુક્રવારનાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતા હુમલાઓ થયા હતા. હવે મુસ્લિમો ન્યાયની માગ કરતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મુસ્લિમ સ્કોલર કમિલ શેમૂએ મંગળવારનાં ધ એસોસિએટ પ્રેસ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે ત્યાં દ્યણા રાજનૈતિક લોકો છે જે એક સમુદાયને બીજા સમુદાયની વિરુદ્ઘ ભડકાવવા ઇચ્છે છે. તેમણે સોશિયલ મીડિયા પર એકિટવિસ્ટ્સની નકારાત્મક ભૂમિકાને પણ જવાબદાર ઠેરવી. અમહારા રીઝનનાં અધિકારીઓનું કહેવું છે કે તેમણે હુમલાનાં સંબંધમાં ૧૫ સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે. પોલીસ કમાન્ડર જમાલ મેકનને સરકારી મીડિયાથી કહ્યું કે કેટલાક દિવસો પહેલા ઓર્થોડોકસ ચર્ચમાં આગની ખબર પણ હુમલાનું કારણ હોઇ શકે છે.

ઇથોપિયામાં હિંસાની ઘટનાઓ સામાન્ય છે, પરંતુ તાજેતરનાં ઘટના ક્રમમાં ધર્મથી પ્રેરિત નજર આવે છે. ઓકટોબર મહિનામાં ઇથોપિયાનાં ઓરોમિયા વિસ્તારમાં ભડકેલી હિંસા દરમિયાન મસ્જિદો અને ચર્ચો પર હુમલા થયા હતા જેમાં ૮૦ લોકો માર્યા ગયા હતા. ૨૦૦૭ની જનગણના પ્રમાણે ઇથોપિયાની ૧૧ કરોડની કુલ વસ્તીમાં એક તૃતિયાંશ વસ્તી મુસ્લિમોની છે, જયારે ઈસાઇઓની વસ્તી ૪૦ ટકા છે. ઓર્થોડોકસ ચર્ચ અને ઇથોપિયન ઇસ્લામિક અફેર સુપ્રીમ કાઉન્સિલે મસ્જિદોમાં થયેલા હુમલાની ટીકા કરી છે.

(11:40 am IST)