Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

નિર્ભયા રેપ કેસ

ફાંસીનો ફંદો જોઈને કાંપી ઉઠ્યા નિર્ભયાના આરોપીઓઃ રાષ્ટ્રપતિને કરી દયા અરજી

નવી દિલ્હી,તા.૨૬: નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મોતની સજા મેળવેલા આરોપીઓ અક્ષય, પવન, વિનયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી કરી છે. આરોપીઓએ તિહાર જેલ પ્રશાસનને દયા અરજી સોંપી છે. આરોપીઓના વકીલનું કહેવું છે કે આ સમયે સુપ્રીમ કોર્ટમાં ત્રણેયની તરફથી કયૂરેટિવ અરજી પણ લગાવવામાં આવી છે.

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષીઓને તિહાર જેલ પ્રશાસને પોતાનો જવાબ આપ્યો છે. નિર્ભયાના વકીલ એપી સિંહે કહ્યું કે ત્રણ આરોપીઓની તરફછી હજુ પણ કયૂરેટિવ અરજી દાખલ થવાની છે. દયા અરજી ત્યારે દાખલ કરવામાં આવશે જયારે કયૂરેટિવ અરજીથી છૂટકારો મળે. તેઓએ વધુમાં કહ્યું છે કે અરજી નકારી દેવાશે તો અંતિમ વિકલ્પ અજમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ પર તિહાર જેલ પ્રશાસને ચારે આરોપીઓને નોટિસ ફટકારી હતી.

નિર્ભયા ગેંગરેપના ગુનેગાર અક્ષય ઠાકુરની પુનવિર્ચાર અરજીને સુપ્રીમ કોર્ટે નકારી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્ભયા કેસમાં તપાસ અને ટ્રાયલ બરોબર થયું છે. આરોપીઓએ તેની પર સવાલો કર્યો અને સાથે જ સુનાવણીમાં અક્ષયના વકીલને નિર્ભયાના મિત્રના કહેવાતા ખુલાસાનો હવાલો આપ્યો હતો. કોર્ટે તેને અપ્રાસંગિક જણાવ્યો હતો.

(11:39 am IST)