Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

નવા ર૦ર૦ ના વર્ષમાં ૭ લાંબા વીક એન્ડ

અત્યારથી કરી લ્યો પ્રવાસનો પ્લાન : બેંકોમાં કેટલી રજા રહેશે

નવી દિલ્હી તા. ર૬ : ર૦ર૦માં ૭ લાંબા વીક એન્ડસ આવવાના છે જેમાં તમે પોતાના પરિવાર સાથે બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. નવા વર્ષ ર૦ર૦માં લાંબી રજાઓ ઇચ્છનારા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આ વર્ષની શરૂઆત બુધવારથી થઇ રહી છે. જયારે તમારી એક રજા ર૬ જાન્યુઆરી)ની જતીરહેવાની છે, કેમ કે આ વખતે ગણતંત્ર દિવસ રવિવારે આવે છે. જો કે તેની ભરપાઇ ર૧ ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે થશે જયારે તમે લાંબા વિક એન્ડનું પ્લાનીંગ કરી શકો છેા. તે દિવસે મહાશિવરાત્રી છે.

ર૦ર૦ માં સાત લાંબા વીક એન્ડ છે જેની શરૂઆત ર૧ ફેબ્રુઆરીએ થશે આ ઉપરાંત ગણતંત્ર દિવસ એટલે કે ર૬ જાન્યુઆરી અને સ્વાતંત્ર્ય દિવસ એટલે કે ૧પ ઓગસ્ટ રવિવારે આવે છે ગુડફાઇડે, મહાત્મા ગાંધી જયંતી, સંત કબીર જયંતી, શહીદ દિવસ અને ક્રિસમસ શુક્રવારે આવે છે.એટલે શનિવાર-રવિવારને જોડીને ત્રણ દિવસની રજા મળી શકે છે.

હોળી સોમવારે અને ધુળેટી મંગળવારે હોવાથી સચિવાલયના કર્મચારીઓ ચાર દિવસ રજા ભોગવી શકશે. જયારે ઇદ-ઉલ-ફિતર, રક્ષાબંધન, મહાવીર જયંતી અને ગુરૂનાનક જયંતીની રજા સોમવારે આવે છે. એટલે ત્રણ દિવસનું વિક એન્ડ આ દિવસોમાં પણ મળી જશે.

ર૦ર૦ માં બેંક હોલીડેની યાદી

૧ જાન્યુઆરી બુધવાર નવું વર્ષ

ર૬ જાન્યુઆરી રવિવાર ગણતંત્ર દિવસ

ર૧ ફેબ્રુઆરી શુક્રવાર મહાશિવરાત્રી

૧૦ માર્ચ મંગળવાર ધુળેટી

૧૦ એપ્રિલ શુક્રવાર ગુડફ્રાઇડે

રપ મે સોમવાર રમજાનઇદ

૩ ઓગસ્ટ સોમવાર રક્ષાબંધન

૧પ ઓગસ્ટ શનિવાર સ્વતંત્ર્ય દિવસ

રર ઓગસ્ટ શનિવાર ગણેશચતુર્થી

ર ઓકટોબર શુક્રવાર ગાંધીજયંતિ

રપ ઓકટોબર રવિવાર દશેરા

૧૬ નવેમ્બર સોમવારે દીવાળી

૩૦ નવેમ્બર સોમવાર ગુરૂનાનક જયંતિ

રપ ડીસેમ્બર શુક્રવાર ક્રિસમસ

(11:37 am IST)