Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દુબઇ-અબુધાબીમાં 'રિંગ ઓફ ફાયર'ના દર્શન

દેશ-વિદેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો

વર્ષનું અંતિમ સુર્યગ્રહણ સવારે ૮ થી શરૂ થઇ બપોરે ૧.૨૦ મિનિટે સમાપ્તઃ દેશના અનેક ભાગોમાં ૧૧.૦૫ સુધી દેખાયું : ગંગા સહિતની નદીઓમાં શ્રધ્ધાળુઓએ લગાવી આસ્થની ડુબકીં: પીએમ મોદીએ પણ નિહાળ્યું: અનેક જગ્યાએ આગની વીંટી જેવા દેખાયા સુર્ય ભગવાનઃ મંદિર ગ્રહણ દરમ્યાન બંધ રહ્યા

નવી દિલ્હી તા. ૨૬: આ વર્ષનું અંતિમ સુર્યગ્રહણ ભારતામાં સમાપ્ત થઇ ચુકયું છે. આ ગ્રહણ ભારતભરમાં જોવા મળ્યું. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્વારકાથી શરૂ થયો હતો. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં આ ગ્રહણ દરમ્યાન કંકણ જોવા મળ્યું હતું. જ્યારે સંપૂર્ણ ભારતામાં તે સુર્યગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળ્યું.

વિશ્વના અનેક દેશોમાં સુર્યગ્રહણનો નજારો જોઇને લોકોએ આનંદ મેળવ્યો હતો. ૫૮ વર્ષ બાદ આ દુર્લભ સંયોગ બન્યો હતો. ૨૫ ડિસેમ્બરની રાતે ૮ વાગ્યા સુધીથી સુર્યગ્રહણનો સુતક લાગ્યુ હતું . જે ભારતમાં ૧૧ વાગ્યાને ૨૦ મીનીટ પર સમાપ્ત થઇ ગયું હતું. વૈજ્ઞાનિકોએ તેને નરી આંખે નહિ જોવા ની અપીલ કરી છે.

દુનિયાભરના લોકો આજે સૂર્યગ્રહણ  જોવા માટે ઉત્સુક જોવા મળ્યા. જો કે દિલ્હીમાં આકાશ ચોખ્ખુ ન હોવાના કારણે લોકો સૂર્યગ્રહણ જોઈ શકયા નહીં. આ વાતની કસર પીએમ મોદી ને પણ રહી ગઈ. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં આકાશ વાદળછાયું હોવાના કારણે તેઓ સૂર્યગ્રહણ સીધુ જોઈ શકયા નહીં. પરંતુ તેમણે લાઈવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડની તસવીરો જોઈ.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશવાસીઓની જેમ હું પણ સૂર્યગ્રહણ જોવા માટે ઉત્સુક હતો. દુર્ભાગ્યવશ અમે ગાઢ વાદળોના કારણે સૂર્ય જોઈ શકયા નહીં. પરંતુ કોઝિકોડમાં લાઈવ સ્ટ્રીમ દ્વારા અમને આ નજારો જોવા મળી ગયો. એકસપર્ટ  સાથે અમે આ અંગે જાણકારી મેળવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં જોવા મળે છે કે ચશ્મા લઈને તેઓ દ્યરની

બહાર નીકળ્યા હતાં અને સૂર્યને જોવા માંગતા હતાં. પરંતુ વાદળોથી સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાયેલો હતો. નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં આ સૂર્યગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. અહીં ખુબ જ સરસ રીતે રિંગ ઓફ ફાયર જોવા મળી.

આ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે. આગામી સૂર્યગ્રહણ ૨૧ જૂને થશે. અબુ ધાબીથી પણ મળેલી અદભૂત તસવીરોમાં રિંગ ઓફ ફાયર જોવા મળી. આ સૂર્યગ્રહણ સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ કહેવાઈ રહ્યું છે. ખાડી દેશો સહિત સમગ્ર એશિયામાં જોઈ શકાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સૂર્યગ્રહણ દેખાઇ રહ્યું છે.

વર્ષના અંતિમ સુર્યગ્રહણ પર ગંગામાં સ્નાન માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી છે. અને મંદિરોના કપાટ પણ બંધ રહ્યા છે. તેમન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

વર્ષ ર૦૧૯ નું આખરી ખંડગ્રાહસ સુર્યગ્રહણ આજે સવારે ૮.૦૪ વાગ્યાથી શરૂ થઇ ગયું હતું. આ સુર્યગ્રહણ દુર્લભ ગણાય છે. કારણ કે આ પ્રકારનું ગ્રહણ ર૯૬ વર્ષપહેલા એટલે કે ૧૭ર૩ ની સાલમાં ૭ જાન્યુઆરીએ થયું હતું. આજનું સુર્યગ્રહણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં જામનગર સહિત અનેક સ્થળે આકાશમાં પુરેપુરૂ દેખાયું હતું. દેશના અન્ય ભાગોમાંએ આંશિક દેખાયુ હતું મુંબઇ અનેક વિસ્તારોમાં આકાશ વાદળીયુ રહ્યું હોવાથી સુર્યગ્રહણ સ્પષ્ટ જોઇ શકાયું નહોતું. અબુ ધાબી જેવા દેશોમાં 'રિંગ ઓફ ફાયર' (કંકણાકૃતિ) દ્રશ્ય જોવા મળ્યું હતું.જો કે સુર્યગ્રહણને લઇને લોકોને મનમાં ડર વધુ છે. પરંતુ વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે આ એક ખગોળીય ઘટના છે. બીજુ કઇ નહી જયારે સુર્ય અને ચંદ્રગ્રહણને લઇને કેટલીક સાવધાની પણ વર્તવી પડે છે જેમ કે આ ગ્રહણકાળ દરમિયાન ભોજન કરવું જોઇએ નહીં કે બનાવવું જોઇએ નહીં ગ્રહણ સમયે મંદિર બંધ રહે છે. જયારે ગ્રહણ પુરૂ થાય ત્યારે મંદિરમાં સફાઇ થાય છેઅને ત્યારબાદ કપાટ ખુલે છે.

કહેવાય છે કે ગ્રહણકાળ દરમિયાન પુજા પાઠ પણ કરવા જોઇએ નહીં. આ સાથે જ કોઇ શુભ કામ પણ ન કરવુ જોઇએ અનેક પંડીતોનું જો માનીએ તો આ વખતે સુર્યગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ષડગ્રહી ૭ ગ્રહના દુર્લભ સંયોગ સાથે આવુ ગ્રહણ પપ૯ વર્ષ પછી સર્જાશે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો યોગ ર૯૬ વર્ષ પછી આવ્યો છે. અગાઉ ૭, જાન્યુઆરી ૧૭૩૩ના રોજ આવુ સુર્યગ્રહણ થયું હતું, વૈજ્ઞાનીક અભિગમ, આસ્થા, શ્રદ્ધા સાથે લોકોએ સુર્યગ્રહણને માણ્યું હતું.

(3:35 pm IST)