Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પીએમના પૂર્વ આર્થિક સલાહકાર કહે છે..

મંદી સામાન્ય નથીઃ સૌથી મોટુ 'ઇકોનોમિક સ્લોડાઉન'

નવી દિલ્હી,તા.૨૬: દેશની મંદ ઇકોનોમી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) મૌન તોડ્યું છે. પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ એ કહ્યું છે કે આ સામાન્ય નહીં પરંતુ ભારત વર્ષ માટે સૌથી મોટી આર્થિક મંદી છે.

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં દેશ માટે આ કેટલી મોટી સમસ્યા છે અને તેની પાછળના મુખ્ય કારણો કયા છે અને તેના નિવારણના ઉપાયો શું છે. IIM Ahmedabad અને ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા સુબ્રમણ્યમના જણાવ્યાં અનુસાર આયાત અને નિકાસ દર (છ ટકાથી ની અને -૧ ટકા ક્રમશઃ) જેવો ડેટા (નોન-ઓઇલ), કેપિટલ ગુડ્સ ઇન્ડ્રસ્ટ્રી ગ્રોથ (૧૦ ટકાથી ઓછો) અને કંઝૂયમર ગુડસ્ પ્રોડકશન ગ્રોથ રેટ ( બે વર્ષ પહેલા ૫ ટકા થી લઇને હવે એક ટકા પર) સારા સંકેત હોય શકે છે.

સુબ્રમણ્યે આગળ કહ્યું કે કેટલાક બીજા આંકડા (એકસપોર્ટ, કંઝયૂમર ગૂડસ અને ટેકસ રેવેન્યુથી સંબંધિત) છે. આપણ હવે કરવાનું એ છે કે આ બધા સંકેતકોની સાથે લઇ પહેલાના સ્લોડાઉન (૨૦૦૦ થી ૨૦૦૨ વચ્ચેના) ના સમયગાળા પર નજર નાંખવાની છે.

તમને ખબર પડશે કે આ સમયગાળામાં પણ જીડીપી ૪.૫ ટકા પર હતી અને આ બધા સંકતક સકારાત્મક હતા. આમ તેમણે સ્પષ્ટ કર્યું કે હવે આ સંકેતક નકારાત્મક છે અથવા ભાગ્યે જ સકારાત્મક હતા.

સુબ્રમણ્યમે કહ્યું કે આ સામાન્ય સ્લો ડાઉન નથી, આ દેશ માટે સૌથી મોટુ સ્લો ડાઉન છે. ભારત સરકાકરના આંકડાઓ મુજબ GDP સતત સાત ત્રિમાસિકથી દ્યટી રહ્યો છે. આ ૨૦૧૮દ્ગક પહેલા ત્રિમાસિકમાં ૮ ટકા હતો જે ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક સુધીમાં ૪.૫ ટકા થઇ ગયો છે.

(10:10 am IST)