Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

રાજસ્થાનમાં ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધઃ એક છોકરાના મોત પછી સરકારનો નિર્ણય

        રાજસ્થાન સરકારએ મંગળવારના ચાઇનીઝ માંઝાના વેચાણને પ્રતિબંધિત કરી દીધુ છે. જયારે દિલ્લી અને કર્ણાટકમાં પહેલેથી જ  આ માઝા પર પ્રતિબંધ છે.

         મુખ્યમંત્રી અશોક ગેહલોતએ  ચાઇનીઝ માંઝાને કારણે હાલમાં જ જયપુરમાં એક છોકરાના મૃત્યુ અને અન્ય  ગંભીર ઘટનાઓને લઇને આ અંગે આવશ્યક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

         ચાઇનીઝ માંઝાનો ઉપયોગ રોકવા માટે કોલેજોમાં  જાગરૂકતા અભિયાન ચલાવવાના સીએમએ આપ્યા નિર્દેશ.

(12:00 am IST)