Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ભારતના તમામ 130 કરોડ નગરીકોને હિન્દૂ માને છે સંઘ: મોહન ભાગવતનું મોટું નિવેદન

ભારત માતાનો સપૂત ચાહે કોઈપણ ભાષા બોલે,કોઈપણ ક્ષેત્રનો હોય, કોઈપણ સ્વરૂપની પૂજા કરતો હોય,એ એક હિન્દૂ છે

 

હૈદરાબાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિંદુત્વને લઈને મોટું નિવેદન કર્યું છે,તેઓએ કહ્યું કે સંઘ ભારતના તમામ 130 કરોડ નાગરિકોને હિન્દૂ સમાજ મને છે ચાહે તે કોઈપણ ધર્મ અને સંસ્કૃતિના હોય, ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને વિરાસતનું સન્માન કરે છે હિન્દૂ છે અને સંઘ દેશની તમામ જનતાને હિન્દૂ માને છે

  તેઓએ કહ્યું હતું કે સંપૂર્ણ સમાજ આપણો છે અને સંઘનો ઉદેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે સંઘ પામુખે કહ્યું કે ભારત માતાનો સપૂત ચાહે કોઈપણ ભાષા બોલે,કોઈપણ ક્ષેત્રનો હોય, કોઈપણ સ્વરૂપની પૂજા કરતો હોય, એક હિન્દૂ છે સબંધમાં સંઘ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દૂ છે

 મોહન ભાગવતે કહ્યું કે સંઘ તમામનો સ્વીકાર કરે છે તેના વિષે સારું વિચારે છે અને તેને ઉચ્ચસ્તર પર લઇ જવા ઈચ્છે છે  મોહન ભાગવત તેલંગાણાના સંઘ સભ્યો દ્વારા આયોજિત ત્રણ દિવસીય વિજય સંકલ્પ શિબિરમાં ઉપસ્થિત લોકોને સંબોધિતકરતા હતા

 મોહન ભાગવતે રવીન્દ્રનાથ ટાગોરના એક નિબંધનો ઉલ્લેખ કરતા કહ્યું કે અંગ્રેજ લોકોને મોટી આશા હતી કે જેને હિન્દૂ કહેવાય છે બીજા જેને મુસલમાન કહેવાય છે તે અંદરોઅંદર લડશે અને ખતમ થઇ જશે પરંતુ અંગ્રેજો યાદ રાખો કે આવું ક્યારેય થશે નહીં

વિવિધતામાં એકતા નહીં પણ એકતામાં વિવિધતા છે અમે વિવિધતામાં એકતા શોધતા નથી અમે વિવિધતામાં જે એકતા નીકળી છે તેને શોધીએ છીએ

(12:54 am IST)