Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

હવે અમેરિકન સરકારે પણ નાગરિકત્વ આપવા માટેના નિયમો કડક કર્યા : ગેરકાયદે પ્રવૃતિઓ માટે દોષિત ઠરેલા ઉપરાંત આરોપીને પણ નાગરિકત્વ નહીં અપાય : છેલ્લા 5 વર્ષના રેકોર્ડ સાથે ગુડ મોરલ કેરેક્ટર પુરવાર કરવું પડશે : USCIS દ્વારા 13 ડિસેમ્બરના રોજ કરાયેલી ઘોષણાં

વોશિંગટન : તાજેતરમાં  13 ડિસેમ્બરના રોજ  યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝન્સ એન્ડ ઇમિગ્રન્ટ્સ સર્વિસ ( USCIS ) દ્વારા અમેરિકાનું નાગરિકત્વ આપતા નિયમો વધુ કડક બનાવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જે મુજબ હવે અમરિકાનું નાગરિકત્વ મેળવનાર વ્યક્તિ કોઈ પણ જાતની ગેરકાયદે પ્રવૃત્તિ માટે દોષિત પુરવાર થયા હોય કે  તેમના ઉપર આવા કોઈ આરોપો હોય તો પણ તેઓને અમેરિકાનું નાગરિકત્વ નહીં અપાય . નાગરિકત્વ મેળવવા ઇચ્છુકે છેલ્લા 5 વર્ષના  રેકોર્ડ સાથે  ગુડ મોરલ કેરેક્ટર પુરવાર કરવું પડશે

(10:18 am IST)