Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

" ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા "( OCI ) કાર્ડ ધરાવતા ભારતીયો માટે રાહતના સમાચાર : OCI કાર્ડ સાથે રદ થયેલો પાસપોર્ટ રાખી મુસાફરી કરી શકશે : ઇમિગ્રન્ટ કે એરફોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા થતી હેરાનગતી બંધ થશે : ભારત સરકારની સત્તાવાર જાહેરાત

ન્યુદિલ્હી : રીન્યુ કરેલો પાસપોર્ટ અને  OCI કાર્ડ હોવા છતાં અમેરિકા ભારત વચ્ચેની મુસાફરી દરમિયાન ઇમિગ્રન્ટ્સ અને એરફોર્સ ઓથોરિટી દ્વારા થતી હેરાનગતી નિવારવા ભારત સરકારે 19 ડિસેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરી છે.જે મુજબ " ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા "( OCI ) કાર્ડ ધરાવતા ભારતીયો રીન્યુ કરાવેલા નવા પાસપોર્ટ અને   OCI કાર્ડ તથા  તેની સાથે રદ થયેલો પાસપોર્ટ રાખી  20 વર્ષથી ઓછી ઉંમરના તથા 50 વર્ષથી વધુ વયના લોકો 30 જૂન સુધી મુસાફરી કરી શકશે

અત્યાર સુધી સમજણફેર તથા જુદા જુદા અર્થઘટનને કારણે અમેરિકા અને ભારત વચ્ચેની મુસાફરી દરમિયાન ઇમિગ્રન્ટ્સ અને એરફોર્સ ઓથોરિટી દ્વારા હેરાનગતી થતી હતી. જે અંગે ફરિયાદો આવતા  ભારત સરકારે ઉપરોક્ત બંને ઓથોરિટીને પણ આ બાબતે સૂચના આપી દીધી છે.જે અંતર્ગત 20 વર્ષથી ઓછી ઉંમરના તથા 50 વર્ષથી વધુ વયના લોકો ઉપરોક્ત નિયમ મુજબ બેરોકટોક મુસાફરી કરી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:39 pm IST)