Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

"બલ્લે...બલ્લે..." : અમેરિકામાં પંજાબી અને શીખ સમૂહનો દબદબો : કવીન્સના બે રસ્તાઓને 'પંજાબી વે' તથા 'ગુરુદ્વારા સ્ટ્રીટ' નામ અપાયા

ન્યુયોર્ક : અમેરિકાના કવીન્સમાં વસતા ભારતના પંજાબના વતનીઓને શ્રેષ્ઠ યોગદાન તથા તેમની જનસંખ્યાને ધ્યાનમાં લઇ સાઉથર્ન કવીન્સના બે રસ્તાઓને અનુક્રમે ' પંજાબી વે ' તથા ' ગુરુદ્વારા સ્ટ્રીટ ' નામ અપાયા છે.કવીન્સમાં વસતા જુદી જુદી કોમ્યુનિટીના લોકોને તથા તેમના યોગદાનને માન આપી વિવિધતામાં એકતા દર્શાવવાના હેતુથી કાઉન્સિલમાં  રસ્તાઓના નામ ફેરવવાનો ઉપરોક્ત પ્રસ્તાવ રજુ કરાયો હતો જે મંજુર થઇ જતા પંજાબી લોકો ખુશ થઇ ગયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)