Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પશ્ચિમને તબીબો આપવાના મામલે ભારત સૌથી આગળ

ચીનને પાછળ છોડી દેવામાં સફળ રહ્યું : ૩૪ સભ્ય દેશોને તબીબો ઉપલબ્ધ કરાવવા મામલામાં ટોપ સપ્લાયર તરીકેની પરિસ્થિતિને જાળવવામાં સફળ

મુંબઇ, તા. ૨૬, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ૩૪ સભ્ય દેશોને કુશળ અને નિષ્ણાંત તબીબો પુરા પાડવા મામલે ભારત પ્રથમ સ્થાન પર અકબંધ છે. ભારતે આ મામલે ચીનને પાછળ છોડી દેવામાં સફળ રહ્યુ છે. ભારત હેલ્થકેરના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા ધરાવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુક  અંગે ઓઇસીડી અંગેના અહેવાલમાં કેટલાક આંકડા જારી કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ ૮૬૬૮૦ભારતીય નિષ્ણાંત તબીબો ઓઇસીડીના દેશોં કામ કરી રહ્યા છે. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે યુરોપિયન યુનિયનના દેશો અને સ્વીત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નિષ્ણાંત ભારતીય તબીબોની સંખ્યા વર્ષ ૨૦૦૦-૦૧ દરમિયાન ૫૬૦૦૦થી વધીને હવે ૨૦૧૦-૧૧માં ૮૭૦૦૦ સુધી પહોંચી ગઇ હતી  પરંતુ અગાઉના વર્ષોના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો આ વધારો ખુબ ઓછો વધ્યો છે. અમેરિકામાં ૬૦ ટકા સુધી ભારતીય કુશળ નિષ્ણાંત તબીબો કામ કરી રહ્યા છે. જ્યારે બ્રિટન આ મામલે બીજા સ્થાન પર છે. જ્યારે ચીનમાં ૨૬ના તબીબો ૨૬૫૮૩ નોંધાયા છે. બીજી બાજુ ફિલિપાઇન્સ દ્વારા સૌથી વધારે નર્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સંખ્યા ૨.૨૧ લાખ  નોંધાઇ છે. જ્યારે ભારત દ્વારા ૭૦૪૭૧ નર્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતમાંથી જે નર્સ બહાર કામ કરી રહી છે તેમાં અમેરિકામાં ૪૨ ટકા અને બ્રિટનમાં ૨૮ ટકા તેમજ ઓસ્ટ્રેલિયામાં ૯ ટકા ભારતીય નર્સ કામ કરી રહી છે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ઓઇસીડી દેશોમાં કામ કરી રહેલા માઇગ્રન્ટ તબીબો અને નર્સમાં ૬૦ ટકાનો વધારો થયો છે.

અમેરિકમાં સૌથી વધુ ભારતીય

ભારતીય લોકો માટે ટોપ-પ દેશો કયાં છે

મુંબઇ, તા. ૨૬,ભારતીય માઈગ્રેન્ટ લોકો માટે જો ટોપ-૫ દેશોની વાત કરવામાં આવે તો આ મામલે પણ અમેરિકા પ્રથમ ક્રમાંક ઉપર છે. અમેરિકામાં ભારતીય માઈગ્રેન્ટોની સંખ્યા સૌથી વધુ નોંધાયેલી છે. આંકડા નીચે મુજબ છે.

દેશ

આંકડા (હજારમાં)

અમેરિકા

૬૮.૫

ઓસ્ટ્રેલિયા

૩૮.૨

કેનેડા

૩૦.૬

બ્રિટેન

૩૦

જર્મની

૧૯.૫

આંકડાઓ શું કહે છે...

મુંબઇ, તા. ૨૬, પશ્ચિમી દેશોમાં તબીબો ઉપલબ્ધ કરાવવાના મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ભારતીય તબીબોની સંખ્યા ૨૦૧૦-૧૧માં વધીને ૮૬૬૮૦ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે ચીનના તબીબોની સંખ્યા અમેરિકામાં ૨૬૫૮૩ જેટલી હતી.આંકડો નીચે મુજબ છે.

અમેરિકામાં તબીબો  (૨૦૧૦-૧૧)

 

 

ક્રમ

દેશ

તબીબો

ભારત

૮૬૬૮૦

ચીન

૨૬૫૮૩

નર્સોની સંખ્યા (૨૦૧૦-૧૧)

 

 

ફિલીપાઈન્સ

૨૨૧૩૪૪

ભારત

૭૦૪૭૧

(4:33 pm IST)